નડિયાદનાં નાનાવગા માધ્યમિક અને પ્રાથમિક શાળા ખાતે “આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી

નડિયાદ તાલુકાનાં નાનાવગા માધ્યમિક અને પ્રાથમિક શાળા ખાતે “આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાનાં બાળકોને શિક્ષણ, ક્ધયા કેળવણી અને મહિલાલક્ષી યોજનાઓ સહિતની બાબતોની સમજ આપવામાં આવી. સાથે જ ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરી વિજેતાઓને પર્સ અને બેટી બચાવો બેટી પઢાવોની ટીશર્ટનું વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન પટેલ, જેન્ડર સ્પેશીયાલીસ્ટ સંકેતકુમાર રાજન, બીનલબેન પરમાર, શાળાના આચાર્ય સહિત શિક્ષકો, બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.