ICDS શાખા ધાનપુર ઘટક -1 દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના આઇ.સી.ડી.એસ. શાખા ધાનપુર ઘટક-1ના વેડ -1 સેજામાં આંગણવાડી કેન્દ્ર, વેડ-1 માં “રાષ્ટ્રીય પોષણ માસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
જે દરમ્યાન સેજો વેડ-1 ના મુખ્ય સેવિકા અંજનાબેન ચૌહાણ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પોષણ માસ 1 થી 30 સપ્ટેમ્બર 2024 અંતર્ગત રાષ્ટ્રીય પોષણ માસની 5 થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે. જેને ધ્યાને રાખી એનિમિયા, વૃદ્ધિ દેખરેખ, પૂરક ખોરાક, પોષણ ભી-પઢાઈ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ હેઠળ પૂરક ખોરાકની થીમ આધારિત સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ, 7 માસથી 3 વર્ષના બાળકો, 3 થી 6 વર્ષના બાળકો, સાસુઓને એકત્રિત કરી વાનગી નિદર્શન કરી બાલ શક્તિ, માતૃ શકિત, પૂર્ણા શકિતમાંથી બનતી વિવિધ વાનગીઓની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત જરૂરિયાત પ્રમાણે સંપૂર્ણ આહાર કઈ રીતે લેવો કયો લેવો તે અંગેની મહત્ત્વની સૂચનાઓ વિસ્તાર પૂર્વક આપી સમજાવવામાં આવી હતી.