દાહોદ-ગોધરા રોડ ઉપર મોબાઈલ દુકાનમાં આગ લાગતા માલસામાન બળીને ખાખ થયો

દાહોદ શહેરના ગોધરા રોડ ઉપર આવેલ એક મોબાઇલની દુકાનમાં અકસ્માતે આગ ફાટી નીકળતા આજની લપેટમાં સંપૂર્ણ દુકાન આવી જતા દુકાનનો સમગ્ર માલ સામાન બળીને રાખ થઈ જવા પામ્યો હતો.

દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે રાધાકૃષ્ણ મોબાઈલ શોપમાં ગતરોજ અગમ્ય કારણોસર દુકાનમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરતા આગની લપેટમાં સંપૂર્ણ દુકાન આગની આવી ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર લોક ટોળા હતા. ઘટનાની જાણ સ્થાનિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઈટરના લશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પાણીનો ભારે મારો ચલાવી ફાયર ફાઈટરના લશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. આંખમાં અત્યાર સુધી કેટલાનું નુકશાન થયું છે, તે હાલ જાણી શકાયું નથી પરંતુ સંપૂર્ણ દુકાન બળીને રાખ થઈ જતા લાખોનું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.