દાહોદ શહેરમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગ સફાળી જાગી અને અચાનક દુકાનો ઉપર થી સેમ્પલ લીધા

  • શહેરમાં ઘુમ વેચાણ થાય છે, નકલી મારકાવાળી ખાદ્ય ચીજો.
  • શહેરમા ગંદકીવાળી જગ્યા પર ઊભા રહી વેચાણ થાય છ, તે ક્યારે જોવાશે.

આગામી તહેવારોને ધ્યાનમાં લઈ દાહોદના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જેમાં દાહોદમાં ખાસ કરીને દુધની ડેરી પ્રોડક્ટના વેપારીઓના ત્યાં ધામા નાંખી કુલ 30 જેટલા પ્રોડક્ટોના સેમ્પલો લઈ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યાં છે. જો આ નમુનાઓમાં કોઈ ક્ષતિ જણાશે તો વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

તહેવારોના આરંભ થઈ ચુક્યો છે. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યાર બાદ નવરાત્રી, દિવાળી વિગેરે જેવા તહેવારો પણ આવી રહ્યાં છે. ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આ તહેવારોને અનુલક્ષીને રાજ્યામાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ પણ હાથ ધરી રહી છે. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતાં એવા દાહોદ જીલ્લામાં પણ આરોગ્ય વિભાગે આગામી તહેવારોને ધ્યાનમાં લઈ વેપારીઓ સામે લાલ આંખ કરી છે.

જેમાં દાહોદના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી પિંકજ નગરાવાલા તેમજ તેમની ટીમ દ્વારા ગતરોજ દાહોદ શહેર તેમજ તાલુકામાં ખાસ કરીને દુધ પ્રોડક્ટનું વેચાણ કરતાં કુલ 30 વેપારીઓને ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી હતી. જેમાં 30 વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવતાં દુધના પ્રોડક્ટના નમુનાઓ લેવામાં આવ્યાં છે અને આ નમુનાઓ પૃથ્થકરણ માટે મોકલી દેવામાં આવ્યાં છે.

જાણવા મળ્યાં અનુસાર, આ નમુનાઓમાં જો કોઈ ક્ષતિ જણાશે તો વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી તેમજ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ત્યારે દાહોદમાં આરોગ્ય વિભાગની સરપ્રાઈઝ ચેકીંગને પગલે ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે..