શક્તિ પીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમે મોટો મેળો ભરાય છે. જેમાં આખા રાજ્ય માંથી તેમજ અન્ય રાજ્યો માંથી ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓમાં આદ્યશક્તિ અંબાના દર્શનાર્થે પગપાળા રથ અને ધજાઓ લઈને જાય છે. ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના લીમરવાડા ગામના નાથુસીંહના મુવાડાના માઈભક્તો સંઘ લઈને બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી જવા રવાના થયા છે. લીમરવાડાના નાથુસીંહના મુવાડાના રામદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષે ભાદરવી પૂનમના દર્શનાર્થે લગભગ 50 પદયાત્રીઓ પગપાળા રથ અને ધજાઓ લઈને માં અંબેના આશીર્વાદ મેળવવા ર્માં અંબાના ચરણોમાં શિશ નમાવવાની તમન્ના સાથે આંનદ ઉલ્લાસથી ર્માંના સાનિધ્યમાં ર્માંના દર્શન કરી ધન્યતા અનુભવવા ર્માં અંબાનો રથ લઈને રવાના થયા હતા.