જુના બસ સ્ટેન્ડ ગોધરા સામેના ઝુલેલાલ મંદિર ખાતેના ગણેશ મહોત્સવમાં કૃષ્ણ યુવક્ મંડળના પ્રમુખ કેતનભાઈ શર્માના સાથ અને સહકારથી રોટરી ક્લબ ગોધરા દ્વારા ફૂલોમાંથી ખાતર બનાવવાનું ક્ધટેનર મૂકવામાં આવ્યું છે.
તા.9 ના સપ્ટેમ્બર ના રોજ રાજ્યસભાના સાંસદ ડો.જશવંતસિંહ પરમાર, પંચમહાલ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ રેન્જ ગોધરા રાજેન્દ્ર અસારી, પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમાર, પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ, રાજકીય અગ્રણી માલવદીપસિંહ રાહુલજી તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ એ જુના બસ સ્ટેન્ડ ગોધરા સામેના ઝુલેલાલ મંદિર ખાતેના ગણેશ મહોત્સવમાં ગણપતિ બાપ્પા દર્શનનો લાભ લીધો હતો.
દર્શનનો લાભ લીધા પછી સૌ મહાનુભાવોએ રોટરી ક્લબ ગોધરા દ્વારા મૂકવામાં આવેલ ફુલો માંથી ખાતર બનાવવાના ક્ધટેનના પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.
રોટરી ક્લબ ગોધરાના પ્રેસિડેન્ટ રોટે.નરેશ સેવાણી એ તથા ગોધરાના સેક્રેટરી રોટે.અરવિંદ સી.બારીઆએ ફૂલો માંથી ખાતર કેવી રીતે બને છે, તેની પ્રક્રિયાની તેમજ તેની ઉપયોગીતાની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે આગામી વર્ષના પ્રેસિડેન્ટ રોટે. અર્પિત જોશી તથા રોટે. હિતેશ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહાનુભાવોએ આ પ્રોજેક્ટ માટે રોટરી ક્લબ ગોધરાને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.