પંચમહાલમાં કૃષિ દેવતા ભગવાન બલરામની જયંતિની ઉજવણી કરવામાં આવી

  • તા. 9 મી સપ્ટેમ્બરના રોજ ભારતીય કિસાન સંઘ પંચમહાલ જીલ્લા દ્વારા બલરામ જયંતીની ઉજવણી ઘોઘબા તાલુકાના મુલ્લા કુવા ગામે કરવામાં આવી હતી.

ભાદરવા સુદ છઠ્ઠના દિવસે કૃષ્ણના મોટાભાઈ બલરામજીનો જન્મ થયો હતો. બલરામજીનું મુખ્ય શસ્ત્ર હળ હતું. તેથી તેમને હલધર પણ કહેવામાં આવે છે. બલરામજીએ કૃષિદેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ખેડૂતોના આરાધ્ય છે. ભગવાન બલરામજીનું હળ કૃષિનું અર્થાત્ અર્થનું, અર્થાત્ ધન-શક્તિનું પ્રતીક છે.

ખેડૂતોના પાલનહાર એવા ભગવાન બલરામજીની જયંતી નિમિત્તે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એ.પી.એમ.સીના ચેરમેન પ્રવિણસિંહ રાઉલજી, કિસાન સંઘના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ, સંયોજક નરવરસિહ સહિત મોટી સંખ્યામાં હોદેદારો અને ગ્રામજનો હાજર રહી ખેડૂત કલ્યાણ માટે ગાયત્રી યજ્ઞમાં આહુતિ આપી પ્રાર્થના કરી કરેલ હતી.