જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજ પંચમહાલ,ગોધરા ખાતે હાલમાં એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે,અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં એનાટોમી વિષયના અભ્યાસ માટે તબીબી વિદ્યાર્થીઓને માનવદેહની જરૂર પડતી હોય છે. જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજ પંચમહાલ, ગોધરા ખાતે શનિવાર તા:-07/09/2024 નારોજ સ્વ. શેઠ હસમુખલાલ કાંતિલાલનો દેહ શેઠ પરિવાર દ્વારા દાન કરવામા આવ્યો હતો. શેઠ પરિવાર દ્વારા આ એક સૌથી મોટુ દાન મેડીકલ કોલેજ પંચમહાલ, ગોધરા ખાતે કરેલ છે.
આ દેહદાન તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ થશે. દેહદાન અંગેની સમગ્ર પ્રક્રિયા ડીન ડો. રાકેશ રજાત તથા મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ મેડમ ડો. મોના પંડ્યાના માર્ગદર્શન હેઠળ પુરી કરવામા આવી હતી. દેહદાન કરવા બદલ એનાટોમી વિભાગ દ્વારા સ્વ. શેઠ હસમુખલાલ કાંતિલાલના પરિવારજનોનો આભાર વ્યક્ત કરાયો હતો. તદુઉપરાંત ગોધરા ખાતેની જાહેર જનતાને દેહદાન અંગે જાગૃતતા લાવવામા આવે તથા વધુમા વધુ દેહદાન આ કોલેજ ખાતે કરવાની સવિનય સાથે અપીલ મેડીકલ કોલેજ તરફથી કરાઇ છે.
દેહદાન એ તબીબી સંશોધન માટે એક આશીર્વાદ સમાન છે. જેના માટે સમગ્ર તબીબી સમાજ દેહદાન કરતાઓનો ઋણી રહે છે. મૃત્યુ બાદ પણ જે તે વ્યક્તિ પોતાના સગાસબંધીઓના દેહનું દાન કરી શકે છે. જીવિત વ્યક્તિ પણ દેહદાનનો સંકલ્પ કરી શકે છે. દેહદાન બદલ કોલેજ તરફથી પરિવારજનોને પ્રમાણપત્ર આપવામા આવે છે. આ અંગે વધુ માહિતી જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજ પંચમહાલ, એનાટોમી વિભાગ,ગોધરાનો સંપર્ક કરી શકાશે તથા ડો. જય કોન્ટ્રાક્ટર – મો. 999807038, ડો. ઉર્મિલા પટેલીયા -9727717640, ડો. મીનલ રાવત- 9428028184ના નંબર પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.