સિંધી સમાજના ચાલિહાની પૂર્ણાહુતિની ભવ્ય ઉજવણી : તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો

ગોધરામાં શનિવારના રોજ સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ હોલ ખાતે સમગ્ર ગોધરા સિંધી સમાજના તેજસ્વી તારલા ઓનો સન્માન ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, વડોદરા પ્રેમપ્રકાશ ધર્મતીર્થના સંત ચરણ પ્રકાશજી મહારાજ અને ગોધરા પ્રેમપ્રકાશ ધર્મતીર્થના ગાદીપતિ સાધ્વી પુષ્પાદીદી, ઘન નિરંકારી મિશનના વિદ્યા મમ્મી, ગોધરા ઝુલેલાલ મંદિર તથા બ્રાહ્મણ સમાજના પ્રમુખ કમલેશભાઈ શર્માની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતો. જેમાં સમાજના તેજસ્વી બાળકોને વિવિધ અભ્યાસકર્મોમાં અને ક્ષેત્રોમાં સમાજનું ગૌરવ વધારવા બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

ધારાસભ્ય તથા સંતો મહાત્માઓ દ્વારા તેજસ્વી તારલાઓને શિલ્ડ, ટ્રોફી અને વિશિષ્ટ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરેલ.

સિંધી સમાજના પ્રમુખ મુરલીધર મુલચંદાણી તથા અપર સિંધી પંચાયતના પ્રમુખ અશોકભાઈ રાવલાનીએ તમામ બાળકો અને વાલીઓને અભિનદન પાઠવી બાળકોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામના પાઠવેલ હતી.

રવિવારે ચાલિહા ના પૂર્ણાહુતિ પ્રસંગે વહેલી પરોઢ થી સંતો મહાત્માઓની ઉપસ્થિતિમાં દવજા સમારોહ, મહાઆરતી, ભૈરણા સહિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યકમોનું આયોજન ઝુલેલાલ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર સમાજ માટે સામૂહિક ભંડારો નું આયોજન કરી વિધિ વિધાન સાથે મટકી વિસર્જન માટે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભારે વરસાદમાં પણ આ ઉત્સવની ઉજવણીમાં ભક્તિમય થઈ આનંદ લીધેલ.

ચાલિહાની પૂર્ણાહુતિ તથા તેજસ્વી બાળકોના સન્માન પ્રસંગે ભાઈઓ, બહેનો, વડીલો,આગેવાનઓ તેમજ સમાજના હોદ્દેદારઓએ બાળકોનો ઉત્સાહ વધારવા તેમજ બાળકો ભવિષ્યમાં શૈક્ષણિક ક્ષેત્રે વધુ સારૂં પ્રદર્શન કરી સમાજનું અને તેમના પરિવારનું નામ ઉજ્વળ કરે એ માટે તેમને પ્રોત્સાહન પૂરૂં પાડવા હાજર રહ્યા તે માટે સર્વે નો સિંધી સમાજ વતી ગોધરા સિટી બેંકના ઓફિસર રાજુભાઇ લાલવાનીએ આભાર વ્યક્ત કરેલ હતો.