ગોધરા-દાહોદ રોડ ગુરૂદેવ સોસાયટીમાં વરસાદી પાણીની સમસ્યાને લઈ પાલિકાથી પ્રાંત અધિકારી સુધી રજુઆત

  • પાલિકા ચીફ ઓફિસર દ્વારા રહિશોને ખોટી જગ્યાએ મકાન આવ્યા છે. તેવા ઉદ્દત જવાબ.
  • ગોધરા પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરે સ્થળ મુલાકાત લીધી.

ગોધરાના દાહોદ હાઈવે રોડ ઉપર આવેલ ગુરૂદેવ સોસાયટીના રહિશો ધરમાં વરસાદી પાણી, જીવજંતુઓ તેમજ લીલ જેવી સમસ્યાથી પરેશાન થઈ રહ્યા હોય તેવા સોસાયટીના રહિશો ગોધરા પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત માટે પહોંંચ્યા હતા. ત્યારે ચીફ ઓફિસર દ્વારા સમસ્યાથી પરેશાન લોકોની સમસ્યાના ઉકેલ લાવવાની જગ્યાએ ચીફ ઓફિસર દ્વારા આ જગ્યાએ મકાન કેમ બનાવ્યા તેવા ઉદ્દત અને ઉડાઉ જવાબ આપતાં સોસાયટીના રહિશોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે.

ગોધરા-દાહોદ રોડ ઉપર આવેલ ગુરૂદેવ સોસાયટી છેલ્લા લાંબા સમયથી વરસાદી પાણીના નિકાલના અભાવે ધરોની આસપાસ વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોય આ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણીમાં લીલ જામતી હોય તેમજ ધરોમાં જીવજંતુઓ પેસી જતા હોવાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે, પરંતુ આજદિન સુધી ગુરૂદેવ સોસાયટીના રહિશોની સમસ્યાનું સમાધાન થયેલ નથી. ગુરૂદેવ સોસાયટીના રહિશો જ્યારે નગર પાલિકા કચેરી ખાતે રજુઆત માટે પહોંચ્યા હતા.

ત્યારે પાલિકા ચીફ ઓફિસર દ્વારા સમસ્યાના સમાધાન કરવાના સ્થાને રહિશોને તમે ખોટી જગ્યાએ મકાન બનાવ્યા છે. તેવા ઉદ્દત અને ઉડાઉ જવાબ આપી પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી નાખતા જોવા મળ્યા હતા. પાલિકા તરફથી યોગ્ય પ્રતિઉત્તર નહિ મળતા ગુરૂદેવ સોસાયટીના રહિશો ગોધરા પ્રાંત અધિકારીને રજુઆત કરી હતી. જે સ્થાનિક રહિશોની રજુઆતને લઈ ગોધરા પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર સ્થળ મુલાકાત માટે પહોંચ્યા હતા.

ત્યારે સ્થાનિક રહિશો દ્વારા પ્રાંંત અધિકારીને વર્ષોથી વેઠવી પડતી મુશ્કેલીઓ વર્ણવી હતી. સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીનો સુચારૂ નિકાલ થાય તો રહિશોની સમસ્યાનો અંશત: હલ થઈ શકે છે. અધિકારીઓ ગુરૂદેવ સોસાયટીની મુલાકાત લેતાં હોય છે પરંતુ રહિશોની સમસ્યાનો ઉકેલ આવે છે કેમ તે આવનાર ભવિષ્યમાંં સામે આવશે પરંતુ તંત્રના અધિકારીઓના ઉદ્દત જવાબો આપી રહિશોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે.