કડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદને લઇ આવક વધતા ડેમ માંથી 3 લાખ કયુસેક પાણી છોડાશે

મહિસાગર જીલ્લાના કડાણા જળાશયમાં ઉપરવાસમાં પડેલ વરસાદને લઈ કડાણા ડેમની જળ સપાટી વધી રહી ોય જેને લઈ 10 સપ્ટેમ્બરના રોજ 3 લાખ કયુસેક પાણી છોડવાની શકયતાને લઈ મહિસાગર કાંઠા વિસ્તારના ગામોને સાવધ રહેવા સુચન કરવામાં આવ્યું છે.

મહિસાગર જીલ્લા કડાણા જળાશયમાં હાલ ઉપરવાસમાં પડતા વરસાદને લઈ કડાણા જળાશયમાં 1,90,101 કયુસેક પાણીની આવક થઈ રહી છે. ત્યારે કડાણા જળાશયમાં આવતાં જળ પ્રવાહને લઈ રૂલ લેવલ જાળવી રાખવા માટે કડાણા ડેમ માંથી 3,00,000 કયુસેક પાણી મહિસાગર નદીમાં છોડવાનુંં આયોજન કરવામાંં આવ્યુંં છે. પાણી છોડવાથી અસરગ્રસ્ત થનાર નિચાણવાળા ગામોના તલાટી, સરપંચને સાવચેતીના પગલા ભરવા માટે સુચન કરવામાં આવ્યુંં છે.