- પંચમહાલ સમાચારમાં અહેવાલ પ્રસારિત થતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું અને તાબડ તોળ જાગી પોલીસ ગોઠવી.
- વિરપુરથી જિલ્લાને જોડતા મુખ્ય માર્ગ પર પાણીનો જમાવડો થતા હાલાકી.
ગતરોજ સરાડીયા ગામના પહાડીયા વિસ્તારના મુખ્ય વીરપુરથી જીલ્લાકક્ષાને જોડતા મુખ્ય ડામર રસ્તા પરના નાળા બંધ કરી દેવાતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. રસ્તા પર અવિરત વહેતા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. ત્યારે રસ્તા પરથી અવર જવર કરતા દ્વિચક્રી અને થ્રિ વહીલ રીક્ષા ચાલકોએ રાત્રિના અંધકારમાં ખાડામાં ખાબકે તો મોટી જાનહાનિ ભોગવવાનો વ્હારો આવે તેમ હોઈ પરંતુ વાહન ચાલકો જીવના જોખમે વાહનો પસાર કરી રહ્યા હતા. ત્યારે ઉબડખાબડ રસ્તામાં પાણી ભરાવાથી દ્વિચક્રી વાહનો સ્લીપ ખાતા અકસ્માત નોતરે તો નાની મોટી ઈજાઓ થવાની પણ દહેશત રહેલી હતી. ત્યારે ખેતરે આવન જાવન કરતા ખેડૂતો અને શાળાએ જતા નાના ભૂલકાઓએ પાણી માંથી જીવના જોખમે શિક્ષણ લઈ રહ્યા હતા. ત્યારે બાળકોએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. જેથી સરાડીયાના અગ્રણીઓ દ્વારા ગતરોજ આવેદનપત્ર પાઠવતા પંચમહાલ સમાચારમાં અહેવાલ પ્રસારિત થતા વહીવટી તંત્ર સફાળું જાગ્યુ અને તાબડતોબ જાગ્યું અને પોલીસ બંદોબસ્ત ગોઠવી નાળા ખુલ્લા કરતા રસ્તા પરના પાણી ઓસરતા સ્થાનિકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.