પંચમહાલમાં ગોધરા નીટ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ષડયંત્રના ભાગરૂપે સીસીટીવી ગોઠવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. બધા વિસ્તાર કવર ન થાય તે રીતે સીસીટીવી ગોઠવાયા હોવાનું કહેવાયું છે. ચોરી સરખી રીતે થાય તે માટે સીસીટીવી સરખા ગોઠવાયા ન હતા. જય જલારામ સ્કૂલમાં આયોજનબદ્ધ રીતે ષડયંત્ર રચાયું હતું. સીબીઆઈ તપાસમાં આ ષડયંત્ર આયોજનબદ્ધ રીતે રચાયું હોવાનો પર્દાફાશ થયો હતો. પાંચ આરોપી સામે સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ છે.
ગોધરામાં થયેલા નીટ પરિક્ષા કૌભાંડ મામલે સમગ્ર મામલો સીબીઆઇ દ્વારા તપાસમાં લીધા બાદ હવે ફરી એકવાર સીબીઆઇની ટીમ ગોધરા સકટ હાઉસ ખાતે આવી હતી. સીબીઆઇના ૬ અધિકારીઓ દ્વારા તપાસનો દોર આગળ વધારીને વધુ લોકોની પુછપરછ કરાઈ રહી હોવાની વિગતો જાણવા મળી છે. સીબીઆઇના પાંચ અધિકારીઓ ગોધરા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. જેમાંથી ચાર પુરુષ અને એક મહિલાના નિવેદનો લેવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.
ગોધરા ખાતે નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર રચવાના કેસમાં સીબીઆઇ તપાસ તેજ બની છે. સીબીઆઇના છ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ગોધરા સકટ હાઉસ ખાતે આવ્યા હતા. આવી પહોંચી ગોધરા સકટ હાઉસ ખાતે સીબીઆઇના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ કેસને લગતા વ્યક્તિઓને પૂછપરછ માટે ગોધરા સકટ હાઉસ બોલાવાયા હતા. આ મામલે સીબીઆઇ દ્વારા તુષાર ભટ્ટ, આરિફ વોરા, પરશુરામ રોય, વિભોર આનંદ ,પુરુષોત્તમ શર્મા અને છેલ્લે શાળા સંચાલક દિક્ષીત પટેલની અટકાયત કરાઈ હતી. હાલમાં સીબીઆઇ દ્વારા ૮૦૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ છે. આરોપીઓના વકીલને પણ પેન ડ્રાઈવમાં તેની નકલ આપવામાં આવી છે.