સુરતમાં પથ્થરમારો કરનારાઓની ગેરકાયદેસર મિલક્ત પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

સુરતના સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશની મૂર્તિ પર છ મુસ્લિમ યુવકોએ પથ્થરમારો કરીને તંગદિલી સર્જી હતી. રાત્રે નવ વાગ્યા પછી આ લોકોએ રિક્ષા પર પથ્થરમારો કર્યો હતો. આ પછી વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. ગંભીર ઘટનાને જોતા તંત્ર પણ એક્શનમાં છે. સૈયદપુરામાં ફરી એકવાર ગેરકાયદેસર મિલક્તો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, જેથી હર્ષ સંઘવીએ પણ પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચીને ઘટના સ્થળનું સીસીટીવી વડે નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માહિતી આપી હતી.

હજારો લોકોએ પેવેલિયનથી ૧૦૦ મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી લીધી હતી. ભીડને વિખેરવા માટે ૧૦ થી વધુ ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને યાને લઈ પોલીસે વિસ્તારમાં દરોડા પાડી કોમ્બિંગ શરૂ કરી દીધું હતું. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે બપોરે જાહેર કરેલા આંકડા અનુસાર ૨૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સૈયદપુરામાં બનેલી ઘટનામાં તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો છે. આખી રાત સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. બાલ્કનીઓ અને છત પરથી પથ્થરમારો કરનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ભારે જહેમત ઉઠાવી છે. લોકો દરવાજા બંધ કરીને અંદર છુપાઈ ગયા હતા. પથ્થરબાજો સમાજના ગુનેગારો છે. કોઈપણ નિર્દોષ વ્યક્તિને અન્યાય ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી છે.

આજે સવારથી સૈયદપુરા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક લોકોમાં એવો ગણગણાટ છે કે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસની અતિક્રમણ મિલક્તોને તાત્કાલિક અસરથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. સુરત મહાનગર પાલિકાની ટીમ બુલડોઝર સાથે આવી પહોંચી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને કાર્યવાહી કરી રહ્યા છે.ગઈકાલે ગણપતિ મંડળમાં બનેલી ઘટના બાદ સ્થાનિક હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધી હતી અને બુલડોઝર ચલાવવા સૂત્રોચ્ચાર કર્યા હતા. અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ આ કૃત્યને લઈને ભારે હોબાળો થયો હતો. આજે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા જપ્ત કરાયેલી મિલક્તો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં અસામાજિક તત્વો સામે આવી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ આવી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. પોલીસ તે સ્થળ પર પણ નજર રાખી રહી છે જ્યાંથી પથ્થરમારો થયો હતો. હવે અતિક્રમણ કરેલી મિલક્તો તોડી પાડવામાં આવી રહી છે. ટ્રક-ટ્રક સહિત અતિક્રમણ કરેલી મિલક્તો દૂર કરવામાં આવી રહી છે. પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. જેથી ફરી કોઈ દુર્ઘટના ન થાય.પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે પત્રકાર પરિષદ યોજી હતી.

જેમાં તેણે જણાવ્યું હતું કે ૧૨-૧૩ વર્ષની વયના ૬ કિશોરો રિક્ષામાં આવ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. રિક્ષાચાલક સહિત કિશોર આરોપી સામે અટકાયતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે ૬ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમમાં ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી સહિત ટેકનિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. લોકોએ અફવાઓ પર યાન ન આપવું જોઈએ. જુના વિડીયો કે અફવાઓ ન ફેલાવો. આરોપી કિશોર ઘટના સ્થળથી દોઢ કિલોમીટર દૂર રહે છે.