જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આ માહિતી આપી હતી. ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ પાસેથી મળેલી સંભવિત ઘૂસણખોરીની માહિતીના આધારે ભારતીય સેનાએ ૮ સપ્ટેમ્બરની રાત્રે નૌશેરાના લામ વિસ્તારમાં ઘૂસણખોર કરી રહેલા આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું.
બે આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ બન્ને આતંકીઓને ઠાર માર્યા હતા. તેમની પાસેથી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
ચૂંટણી પહેલા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવાને મોટી સફળતા માનવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ૯૦ વિધાનસભા બેઠકો માટે ૧૮ સપ્ટેમ્બર, ૨૫ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થશે. ચૂંટણીના પરિણામો ૮ ઓક્ટોબરે જાહેર થશે.