દાહોદ બોરડી રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી મુસાફર પડી જતા મોત મુસાફરને શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નિપજ્યાનું જાણવા મળે છે.
રેલ્વે વિભાગ દ્વારા મુસાફરોની મુસાફરી સલામત રીતે થાય એના ભાગરૂપે જાગૃકતા અભિયાન ચલાવવામાં આવતુ હોય છે, તેમ છતાં મુસાફરો જોખમી રીતે મુસાફરી કરી પોતાનો જીવ જોખમમાં નાખતા હોય છે. જેવી અનેકો ઘટનાઓ રોજેરોજ બનતી હોય છે. જેમાં મોટે ભાગે મુસાફરોના મોત થતા હોય છે તેવી જ એક ઘટના ગતરોજ સામે આવી જેમાં બિહાર રાજ્યના વોર્ડ નંબર.8 કોદરકટ સિગરહીયા કોદરકત સિતામડીના રહેવાસી મુકેશભાઈ પાસવાન જે દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનમા મુસાફરી કરી રહ્યા હતા અને જાણવા મળ્યા અનુસાર મુકેશભાઈ પાસવાન ટ્રેનના દરવાજા પર બેસી મુસાફરી કરતા ઝોકું આવતા તે ટ્રેનની નીચે પડતા તેઓને શરીરે, હાથ પગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.
કોઈ મુસાફર ટ્રેન નીચે પડી અને તેઓનું મોત નીપજ્યાની જાણ રેલ્વે રાજકીય પોલીસ અને આર.પી.એફ.પોલીસને તથા પોલીસં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ મુસાફરના ખિસ્સામાંથી મળેલ આધાર કાર્ડથી પરિવારને શોધખોળનો ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવાં મળેલ છે.