મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં રહેતા એક પતિએ પુત્રની ઘેલછામાં પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ પરણીતા દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના આમલી ખેડા ગામે પોતાના પિયરમાં આવી પહોંચી હતી અને પતિના અવારનવાર ત્રાસથી તેમજ પતિ દ્વારા તેડવા ન આવતા 35 વર્ષીય પરણીતાએ પોતાના પિયરમાં ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ફતેપુરાના આમલીખેડા ગામે નિશાળ ફળિયામાં રહેતા 35 વર્ષીય મનીષાબેન પારસીંગભાઇ મહીડાના લગ્ન મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં મોટા શરણાયા ગામે રહેતોમનોજભાઈ નવલભાઈ ડામોર સાથે થયા હતા. ત્યારે લગ્ન જીવન દરમ્યાન પરણીતા મનીષાબેનને સંતાનમાં દીકરીઓ અવતરી હતી. ત્યારે પુત્ર ઘેલા પતિ મનોજભાઈ દ્વારા આ મામલે અવાર નવાર પોતાની પત્ની મનીષાબેનને મહેણા ટોણા મારી કહેતો હતો કે, તું છોકરો જણતી નથી અને છોકરીઓ જણે છે, તેમ કહી પરણીતા મનિષાબેનને પોતાના ઘરમાંથી કાઢી મૂકી હતી અને પરણીતા પોતાના પિયર દાહોદ જીલ્લાના ફતેપુરાના આમલી ખેડા ગામે આવી ગઈ હતી.
ત્યારે પિયરમાં પણ પતિ મનોજભાઈ દ્વારા પરિણીતાને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી તેડવા આવતો ન હતો અને છૂટાછેડા લેવડાવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. ત્યારે આવા ટ્રાફથી વાજ આવેલ પરનીતા મનીષાબેને પોતાના પિયરમાં ઘરના ઢાળિયાની વાળીએ ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક પરણીતા મનીષાબેનના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.
આ સંબંધે શાંતાબેન ઉર્ફે ચંપાબેન પાર્સિંગભાઈ મહિડાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.