સને 2024-25 ના શૈક્ષણિક વર્ષમા ફતેપુરા તાલુકામા આવેલ સરકારી/ગ્રાંટ ઇન એઇડ બાવાની હાથોડ પ્રા.શાળા, નવાગામ પ્રા.શાળા, પચોર.ફ.વર્ગ મારગાળા તેમજ ડામોર.ફ.વર્ગ ઝેર પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન યોજનાના કેંદ્રની ખાલી જગ્યા ઉપર સંચાલક કમ કુકની નિમણુક સરકારએ ઠરાવેલ ધોરણે માનદ વેદનથી ખંડ સમય માટે તદ્દ્ન હંગામી ધોરણે કરવાની થતી હોઇ નીચે જણાવેલ લાયકાત અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવે છે.
આ અંગેના અરજી ફોર્મ મામલતદાર કચેરી, ફતેપુરાની મભય શાખામાથી કચેરીના ચાલુ કામકાજના દિવસો દરમ્યાન કોરા અરજી ફોર્મ મેળવી લઈ અરજી ફોર્મમાં જણાવેલ તમામ હકીકત સંપૂર્ણપણે ભરી જરૂરી યોગ્યતાં લાયકાતનાં પ્રમાણપત્રો, જાતિનો દાખલો વગેરેની પ્રમાણિત નકલો સામેલ રાખી ભરેલ અરજી ફોર્મ મામલતદાર કચેરી, ફતેપુરાને મોડામાં મોડા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી અથવા મધ્યાહન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી, ફતેપુરાનાં મધ્યાહન ભોજન યોજના શાખા ભોંયતળીયે રૂબરૂમાં તા.18/09/2024 સુધી કચેરી સમય દરમ્યાનમળી રહે તે રીતે મોકલી આપવાના રહેશે. નિયત કરેલ તારીખ પછી અરજીફોર્મ આવશે તો તે માન્ય રાખવામાં આવશે નહી.
20(વીસ) વર્ષની ઉમર ન થતી હોય તેવી વ્યક્તિની યોગ્ય લાયકાત સિવાયની, અધુરી વિગતોવાળી, નિયતપ્રમાણપત્રો સામેલ કર્યા સિવાયની તથા નિયત સમયમર્યાદા બહાર આવેલ અરજીઓ કોઈ પણ સંજોગમાં સ્વીકારવામાં આવશે નહી કે ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તેમજ જેઓની 20(વીસ) વર્ષની ઉમર પુર્ણ ન થતી હોય તેઓ અરજી કરી શકશે નહી. વધુમાં અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબનાં પુરેપુરા પ્રમાણપત્રો રજૂ કરેલ નહી હશે અથવા અધુરા પ્રમાણપત્રો હશે તો તો તેવી અરજી રદબાતલ ગણી ધ્યાને લેવામાં આવશે નહી.
મધ્યાહન ભોજન યોજના સંચાલકની નિમણુંક સંદર્ભે નીચે મુજબની લાયકાતો (પાત્રતા)…
- મધ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રની નિમણુંક માટેનાં અરજદારની લઘુત્તમ વયમર્યાદા ર0 વર્ષ અને તમામ ઉમેદવારો માટે મહત્તમ 50 વર્ષની રાખવામાં આવે છે.
- આ યોજનામાં સંચાલક તરીકે અરજી કરનાર વ્યકિત એસ.એસ.સી. સુધી ભણેલી હોવી જોઈએ અને તે જ ગામની વતની હોવો જોઈએ, પરંતુ આવી વ્યકિત ગામમાં ન મળે તો ધોરણ-7 પાસ કરનાર અન્ય વ્યકિત પણ અરજી કરી શકશે.
- સંચાલકની નિમણુંક માટે અરજી કરનાર દરેક વ્યકિત તંદુરસ્ત હોવી જોઈએ અને કોઈ પણ રોગથી પીડાતી ન હોવી જોઈએ અને જરૂર જણાય તો નિરોગી હોવા અંગેનું તબીબી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
- ગામડાની વિધવા, ત્યકતા, નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળી વ્યકિતઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોમાંથી નિમણુંકમાં અગ્રતા આપવામાં આવશે.
- સ્થાનિક વિધવા/ત્યકતા લાયકાત ધરાવતી હોય તો તેઓને નિમણુંકમાં અગ્રતા આપવામાં આવશે.
- સંચાલક તરીકે નિયુક્ત કરવામાં આવતી વ્યકિતએ નિયત નમુનામાં રૂા. 5000/- નું જામીનખત આપવાનું રહેશે. અને જામીનખત રજુ થાય તે પહેલા મધ્યાહન ભોજન યોજનામાં સંચાલક માટે ચુકવવાની થતી ખર્ચની રકમ જે તે વ્યક્તિને ચુકવી શકાશે નહી.
- પસંદ થનાર દરેક સંચાલકે નિયત નમુનામાં લેખિત બાંહેધરી આપવાની રહેશે.
- જો કોઈ કેન્દ્ર ઉપર જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રયત્ન કરવા છતા મળી આવશે નહીં અને નિમણુંકનાં અભાવે યોજના બંધ રહે તેમ હોય તો નિમણુંકનાં ધોરણમાં છુટછાટ મુકી નાયબ કલેકટર, મ.ભો.યો. ની મંજુરીથી નિમણુંક આપવામાં આવશે.
- એક કુટુમ્બમાંથી ફકત એક જ વ્યકિતને નિમણુંક આપવાની રહેશે. પરંતુ કોઈપણ સંજોગોમાં સંચાલક/રસોઈયા/મદદનીશ તરીકે એક જ કુટુમ્બમાંથી લઈ શકાશે નહીં.
- અગાઉ મધ્યાહન ભોજન કેન્દ્રમાં જેમણે સંચાલક/રસોઈયા/મદદનીશ તરીકે ફરજ બજાવેલ હોય તેવા ઉમેદવારોને તેઓની સામે ગંભીર પ્રકારની ગેરરીતીનાં આક્ષેપ થયા ન હોય અને નિમણુંક માટે પાત્રતા ધરાવતી હોય તો તેવી વ્યકિતઓને નિમણુંકમાં સૌપ્રથમ અગ્રતા આપવામાં આવશે.
મઘ્યાહન ભોજન યોજના સંચાલકની નિમણુંકની ગેરલાયકાતો…
- કોઈ ગુનાહિત કાર્ય કરેલ હોય કે તેના સાથે સંકળાયેલ હોય, કોઈ અક્ષમ્ય હોય તેવી કસુર કરી હોય અને પોલીસ ફરીયાદ થઈ હોય તેમજ કોર્ટમાં કેસ દાખલ થયેલ હોય તેમજ તપાસણી સમયે ગેરરીતિ સબબ કસુરવારઠરેલ હોય તેવીવ્યકિતને નિમણુંક આપી શકાશે નહી.
- અનાજ દળવાની ઘંટી ચલાવતી/ ધરાવતીવ્યકિતને નિમણુંક આપી શકાશે નહી.
- શાકભાજી, મરીમસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતી હોય તેવી વ્યકિત અરજી કરી શકશે અને પસંદ થવાની જાણ થયેથી અગાઉની નોકરીમાંથી રાજીનામું આપવું પડશે ત્યારબાદ તેઓની નિમંણુંક થઈ શકશે.
- સસ્તા અનાજની દુકાન ચલાવતી હોય તેવી વ્યકિતને નિમણુંક આપી શકાશે નહી.
- કોઈ પણ અન્ય જગ્યાએથી માનદવેતન મેળવતી કે નોકરી કરતી વ્યકિત જો પસંદગી પામે તો અગાઉની જગ્યાએથી રાજીનામું આપ્યાબાદ નિમણુંક મેળવી શકશે.
- રાજય સરકાર કે કેન્દ્ર સરકારનાં જાહેર સાહસ હેઠળ નોકરીમાંથી ફરજીયાત રીતે નિવૃત થયેલી, રૂખસદ પામેલી કે બરતરફ કરેલી હોય તેવી વ્યકિતને નિમણુંક આપી શકાશે નહી.
- સંચાલક તરીકે નિમણુંક મેળવવા માટે પાત્રતા ધરાવતા ન હોય તેવી વ્યકિતને નિમણુંક આપી શકાશે નહી.
- અગાઉ મઘ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં ફરજ બજાવેલ હોય અનેં તેઓને ગંભીર ગેરરીતિઓ સબબ છુટા કરેલ તેવીવ્યકિતને નિમણુંક આપી શકાશે નહી.
- વકીલાત જેવા વ્યવસાયમાં જોડાયેલ હોય તેવી વ્યકિતને નિમણુંક આપી શકાશે નહી.
અન્યશરતો - અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે અરજદારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. અન્ય કોઈ શરત સરકારની સુચના હેઠળ હશે તો રૂબરૂમાં જણાવવામાં આવશે.
- પરિણીત મહિલાઓએ લગ્નનું નોંધણીપત્રક અરજીપત્રક સાથે અવશ્ય રજુ કરવાનું રહેશે.
- અરજદારે અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે કોઈ અરજદાર સામે કોઈપણ પ્રકારનો વાંધો હોય તો લેખિત, મૌખિક રજુ કરી શકશે, નિમણુંક પ્રક્રિયા પુર્ણ થયા બાદ કોઈપણ વાંધો રજુ કરવામાં આવશે તો તે માન્ય રાખવામાં આવશે નહી.