સહકારી કાયદાની કલમ 84(1)ની જોગવાઈ થી મુક્તિ આપવા બાબતે કરવામાં થતી કામગીરી અંગે જણાવવામાં આવેલ છે

કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરના તા.12/8/2024ની અધિસુચના ક્રમાંક: એચકેએચ/108/2024/108/2024/ACD/AMR/e-file/2/2023/3014/KH થી કોઓપ.હાઉસીંગ સોસાયટી તથા હાઉસીંગ સર્વીસ સોસાયટીની તા.31/03/2024ના સમયગાળા સુધીનું ઓડીટ રજીસ્ટ્રારની પેનલ પરના ઓડીટર દ્વારા કરી શકાય તેવી મંજુરી આપવામાં આવેલ હોય, મંડળીના નિયામક મંડળની બેઠકમાં રજીસ્ટ્રારની પેનલ પરના ઓડીટરની નિમણુંક કરી તા.30/05/2025 સુધીની સમય મર્યાદામાં ઓડીટ પૂર્ણ કરાવવા ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-1961 ની કલમ-161 અન્વયે સહકારી કાયદાની કલમ-84(1) ની જોગવાઇમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. સંબંધિત હાઉસીંગ કો.ઓ.સોસાયટી અને હાઉસીંગ સર્વિસ સોસાયટીના હોદ્દેદારોએ નોંધ લઇ તથા ઓડીટ પૂર્ણ કરાવી ઓડીટ અહેવાલ મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર સ.મં.(હાઉસીંગ) નડીઆદની કચેરીમાં રજુ કરવા મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર (હા.ઉ) દ્વારા જણાવેલ છે.