- નવયુવક મંડળ પેથાપુર તરફથી દાહોદથી અંબાજી જતા પગદંડી શ્રદ્ધાળુઓને પાણીની બોટલ આપી જલ સેવા કરતા નજરે પડે છે.
ર્મા અંબેના પાવન ધરા અંબાજી જતા શ્રદ્ધાળુઓને પીવાના પાણી માટે નવયુવક મંડળ પેથાપુર તરફથી “જળ સેવા રથ” થકી પગપાળા જતા શ્રદ્ધાળુઓને પાણીની બોટલ આપી અનોખી સેવા કરતા જોવા મળી રહ્યા છે. કોઈક વિસામો થકી કોઈક પગપાળા જતા શ્રદ્ધાળુઓને જલ સેવા રથ દ્વારા સેવા કરતા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાદરવા માસમાં દાહોદ જીલ્લાના વિવિધ મંડળો સંઘો દ્વારા પગપાળા અંબાજી જતા હોય છે. જેમાં માર્ગમાં શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ મંડળો દ્વારા ભોજન ચા નાસ્તાની સુવિધાઓ જોવા મળી રહેલ છે. પગદંડી જતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ના પડે તે રીતે જલ સેવા રથ થકી દાહોદ થી અંબાજી માર્ગમાં શ્રદ્ધાળુઓને અનોખી રીતે રસ્તામાં સેવા કરતા નવયુવક મંડળ પેથાપુર યુવાનો નજરે જોઈ શકાય છે. માં અંબાના ધામમાં જતા પદયાત્રીઓને ઉત્સાહમાં વધારો કરતા બોલ માડી અંબે… જય જય અંબે…ના નાદ સાથે જલ રથ દ્વારા સેવા કરતા નજરે પડે છે.