કાલોલ તાલુકાનાં બાકરોલગામ પાસેની કરડ નદી કાંઠે રહેતાં ભરવાડ સમાજના બે બાળકો સામે કાંઠે આવેલ હરસિધ્ધિ માતાના મંદિર તરફ જવાના કોઝવે પરથી વાછરડા હકવા ગયા હતા. ગોપાલ કરશન ભરવાડ ગોપાલ ઉર્ફે વિપુલ કનુંભાઇ ભરવાડ પરત ફરતા કોઝ વે પર પગ લપસી પડતા એક બીજાની મદદ લેવા જતા બંને કિશોરો પાણીના પ્રવાહ સામે પોતાની હિંમત ખોઈ બેસતા બંને બાળકો પાણીમાં બચવા માટે તરફડીયા મારતાં હતાં.
તે સમય દરમ્યાન નદી કાંઠે ગાયો ચરતો એક ગોવાળની નજર પડતા નદીના વ્હેણ પાસે આવી પાણીમા ઝંપલાવી બે પૈકી એક કિશોર ગોપલ ઉર્ફે વિપુલ કનુભાઈ ભરવાડના હાથ લાગતાં તેણે કિનારા પર મૂકી બચાવી લીધો હતો. જ્યારે બીજા બાળકને બચાવવા જતાં તે પાણી ના ઊંડાણ ગરકાવ થઈ જતા મળેલ નહી. જોત જોતામાં બાળકો ડૂબવાના વાવડ નદીકાંઠે વસતા ભરવાડ સમાજના લોકોને થતા સગા સ્નેહીઓનું ટોળું નદી કાંઠે દોડી આવ્યા અને કાલોલ પોલીસ ને જાણ કરી પોલીસે કાલોલ-હાલોલ ફાયર ટીમ બોલાવી બાકરોલ કરડ નદી પર પોહચ્યા.
ફાયર ટીમ દ્વારા નદીના વ્હેણમાં શોધખોળ ચાલુ કરી શોધી રહ્યાં છે. બંને બાળકો કિશોર વયના હોવાનુ જાણવા મળી રહ્યુ છે. નદીનાં વહેણમાં ડૂબેલા એક બાળકને શોધવા સૌપ્રથમ કાલોલ અને હાલોલ ફાયર ફાઈટરની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી સાત-આઠ કલાક સુધી બાળક પાણીમા ગરકાવ થતા કોઈ પત્તો લાગ્યો ન હતો. જ્યારે વધુ ખોઝ માટે કાલોલ મામલતદાર એ ગોધરા થી બોટ બોલાવી હતી.
ગોધરા ફાયર ટીમ બોટ સાથે બાકરોલ પોહચી પાણીમાં ડૂબેલા બાળકને શોધવા બે કલાક ઉપરાંતના સમય સુધી બોટ મારફતે શોધખોળ કરી પરતું બોટ મા ઈંધણ પૂર્ણ થઈ જતા રાત્રીનો અંધકાર છવાયો અને નદીમાં રહેતા મગરનો પણ રાત્રી સમયે ભય જણાતા કિશોર પાણીના વ્હેણમાં જકડાઈ રહયો. ઘર પરીવાર અને સગાસ્નેહીઓ પુત્ર ન મળતાં ચિંતિત બન્યા હતાં.કેટલાક યુવાનનોએ નદી કાંઠે રાત વિતાવી અંતે બીજાં દિવસે ચોવીસ ક્લાક પછી પાણીમા ડૂબેલ કિશોર ગોપાલ કરશન ભરવાડ કોઝ વે થી અંદાજીત સો મીટર ના અંતરે અંતિમ શ્ર્વાસ લઇ ડૂબ્યો હતો.
તે સ્થળે પાણી પર તેનો મૃતદેહ દેખતા ગામના સ્થાનિક તરવૈયાઓ મૃતદેહને પાણી બહાર લઇ આવ્યાં. પરીવાર અને સગા સબંધીઓ દ્વારા મૃતદેહ ને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવી પીએમ કરી તેમનાં નિવાસ્થાન (નેહડે) લઇ જતા સગાસ્નેહીઓના રૂદન શોકથી કાપી ઉઠ્યા હતા. અંતે સમાજીક વિધીમુજબ અંતિમ વિધિપૂર્ણ કરવા આવી. જોકે કુમળા કિશોરના બનાવને લઇ પરીવારમા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
ઉલેખનીયએ છે કે, હાલ વરસાદી માહોલમાં ભારે વરસાદના કારણે કોઝ વે પણ તૂટી જતાં ગાબડાં સર્જાયા છે. તદુપરાંત બાકરોલ થી કોઝ વે સુધીનો માર્ગ પર પાણી ના ફુવાઓ ફુટી નીકળ્યા રસ્તો કાદવ કિચ્ચડ ખદબદી રહ્યો છે. ગત રોજ ફાયર ટીમ, પોલીસ અને કાલોલ મામલતદાર સહિતની ટીમે ધટના સ્થળે પોહચવા કિલોમીટરની દાંડી કૂચ કરવી પડી હતી.