કાલોલ તાલુકાના જંત્રાલગામમાં અંદાજીત 750 મકાનો આવેલા છે. વસ્તી ગણતરી મુજબની અંદાજીત 3000 લોકો ગામમા વસવાટ કરે છે. પરંતુ જંત્રાલ ગામમા મુખ્ય બજારમા જવાના રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહે છે. વર્ષોથી રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. ચોમાસા દરમ્યાન વરસાદના કારણે પાણી ભરાતા રસ્તા પર ગંદકી ખદબદતી જોવા મળી રહે છે. જેનાં કારણે મચ્છરોનો પણ ઉભદ્રવ થતો હોય છે. ગંદકીના કારણે ભયંકર રોગો થવાનો પણ સંભવ રહે છે.
સમા-જંત્રાલ મુખ્ય ડામર રોડ પાસે આવેલ કુવા ફળીયાથી બજારમા જવાનો રોડ ખખડધજ થઈ જતા રોડ પર ઉનાળા સમય દરમ્યાન ધૂળની ડમરીઓ ઉડતી હોય છે. જ્યારે ચોમાસા દરમ્યાન વરસાદના પાણી રોડના ખાડા ખાબોચિયામાં ભરાતા માટીના થરવાળો રસ્તો કાદવ કિચ્ચડથી ખદબદી જતો હોય છે. ગામમા કાદવના કારણે ગંદકી ફેલાતા રસ્તા પરથી ગામ લોકોને પસાર થવાના પણ મુશ્કેલીઓ સર્જાતી હોય છે.
તદઉપરાંત ગામમા પ્રાથમિક સુવિધાઓ માટે આવતી 108 પણ આ રોડના કુવાફળીયુ, રાણીફળીયું, રાજપુત ફળીયામાં પ્રવેશ દ્વાર ના રસ્તા પર પારાવાર ગંદકી હોવાના કારણે વાહચાલકો માટે જોખમી બની ગઈ છે. ગ્રામજનોને પણ ખેતીકામ માટે સીમમાં જવા માટે કાદવનો સામનો કરી ગંડકી ભરેલાં રસ્તા પરથી પસાર થવું પડે છે.
કાલોલ તાલુકામાં સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ તેમજ માર્ગ મકાનમાં પણ રોડ રસ્તા માટે સરકારી ગ્રાન્ટનાં કરોડો રૂપિયા આવતાં હોવા છતાં છેવાડાના ગામો સરકારની ગ્રાન્ટથી વંચિત જોવા મળે છે. દેશના વડાપ્રધાન ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારથી તાલુકામા કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવતા હતા. પરંતુ ગત તાલુકાપંચાયતની ભાજપે વર્ષો પચી બાજી મારતાં તે વિસ્તારનાં તાલુકાના સભ્યને કારોબારી અધ્યક્ષ બનાવવા છતાં હજું રોડ બિસ્માર હાલતમા જોવા મળી રહ્યો છે. ગામના રોડ રસ્તાઓ માટે સરપંચો દ્રારા અનેક રજૂઆતો થવા છતાં રસ્તાઓ માટે ” ખો ” આપવામાં આવી રહી છે.
જંત્રાલ ગામ તેમજ આસપાસના ગામમા અંદાજીત 50 જેટલા વિદ્યાર્થીઓ ડેરોલ ગામ, ડેરોલ સ્ટેશન તેમજ કાલોલ અભ્યાસ માટે જતાં હોવા છતાં હાલ આ રૂટ પર પહેલા દોડતી બસો પણ બંધ થઈ ગયા હોવાનો વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યાં છે.
કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા તા.23/06/2023 ના રોજ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ કાલોલને ભૂચરા માતાના મંદિર થી ઋષિકોડ આશ્રમ સુધી રોડ માટેની દરખાસ્ત કરેલ છે. જે ટૂંક સમયમાં બનાવી દેવામાં આવશે : જંત્રાલ ગ્રામ પંચાયત, સરપંચ…