શહેરા તાલુકામાં અતિભારે વરસાદ પડતા અતિવૃષ્ટિને કારણે ખેડુતોના ઉભા પાકને નુકશાન, પશુધનના મૃત્યુના બનાવોમાં યોગ્ય વળતર સહાય તેમજ પશુધન સહાય આપવામાં આવે તેમજ વિરોધ પક્ષના નેતા દ્વારા મામલતદારને આવેદન આપ્યુંં.
શહેરા તાલુકામાં અતિભારે વરસાદ અતિવૃષ્ટીના કારણે ખેડુતોના ઉભા પાકને નુકશાન થવા પામ્યું છે. અનેક કાચા-પાકા મકાનો ધારાશાહી થયા છે સાથે પશુધનના મૃત્યુના બનાવો પણ બનવા પામ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના ખેડુતો, પશુપાલકો મજુર અને સામાન્ય ગરીબ વર્ગને ખુબ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ત્યારે અસરગ્રસ્તોને સરકાર દ્વારા તાત્કાલીક યોગ્ય વળતર સહાય, પાક વીમો, મકાનો તેમજ પશુધન માટે સહાય ચુકવવામાં આવે તેમજ ભારે વરસાદને લઈ રસ્તાઓ ખખડધજ બન્યા છે. તેવા રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ સાથે શહેરા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી અને કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો સાથે શહેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુંં.