દે.બારીયા શહેર માંથી પસાર થતો માર્ગ અને મકાન વિભાગના હસ્તકનો માર્ગ જે 10 વર્ષ પહેલા બનાવવામાંં આવ્યો હતો. આ રોડ ઉપરથી પાવાગઢના યાત્રાળુઓ પસાર થતા હોય છે. જેને લઈ માર્ગ વિભાગને પડી નથી. હાલમાં વરસાદના કારણે ભે દરવાજા બહાર મસમોટા ખાડાઓમાં ગંદકીનું સામ્રાજ્ય છે તો પણ માર્ગ અને મકાન ઉંધી રહ્યું છે. રોડ રીપેરીંગના બીલો બનાવી પણ નાખ્યા હશે. આ મસમોટા ખાડાઓમાં મચ્છરોનું ઉપદ્રવ વધતા સ્થાનિક યુવકો કે જેઓ જેસીબીના એાપરેટરો છે. મસમોટા ખાડાઓમાં દુર્ગંધ ફેલાવતા ખાડાઓને જેસીબીથી સરખા કરવાનુંં જાતે કાર્ય હાથ ધર્યુંં હતું તે બિરદાવવા લાયક છે.
પ્રાપ્ત માહિતી મુજબ દે.બારીયા શહેર માંથી પસાર થતો માર્ગ અને મકાન વિભાગ લીમખેડા સ્થિત કચેરીના હસ્તક આવતો નેશનલ હાઈવે રોડને નાતો નગર પાલિકાને ખાડા પુરવાની પડી છે, ના તો માર્ગ અને મકાન વિભાગનુંં પેટનું પાણી હાલતું નથી. આ રોડના ઉપરથ પાવાગઢના યાત્રાળુઓ પસાર થતા હોય તેમ છતાં બન્ને જવાબદાર વિભાગોના વહિવટી કર્મી જાણે કુંભકર્ણની નિંદ્રામાં છે. જેથી ભે દરવાજાના યુવાનો જેઓ જેસીબીના ઓપરેટરમાંં કાર્યરત છે અને જેસીબીના ઓનર પણ છે.
તેથી તેઓ આપણા ભારત દેશના નેશનલ હાઈવે માર્ગમાંં ખાડાઓમાંં ગંદકીનું સામ્રાજ્ય છે તો આપણે સ્છચ્છતા અભિયાનના રૂપે આપણી પણ ફરજમાં આવે છે કે પાવાગઢના યાત્રાળુઓને મુશ્કેલી ના થાય અને ગંદકીનું વધુ સામ્રાજ્ય ના વધે ડેન્ગ્યુ અને મેલેરીયાના મચ્છરો ના પેદા થાય તે સામે રાખી ભે દરવાજા બહારના મસમોટા ખાડાને સરખા કરતા પ્રસ્તુત તસ્વીરમાં નજરે પડી રહ્યા છે. તેઓની દેશ પ્રેમ અને સેવાને કોટી કોટી નમન આ અહેવાલને વાંચીને તો માર્ગ અને મકાન વિભાગ રતિભાર બોધ લે શે ખરા ? તે આવનારો સમય બતાવશે. જે આપણી ફરજમાં આવતું કાર્ય ત્યાંંના સ્થાનિક યુવાનો કરી રહ્યા છે. આવી ફરજને ધિકકાર છે. હવે બાકી રહી ગયેલા મસમોટા ખાડાઓનું કાર્ય કયારે હાથ ધરાશે.