- જિલ્લા કલેક્ટર પાસે અગાઉની પરિક્ષાની પણ તપાસ કરવા માટે લેખીતમાં રજુઆત
- આનંદ વિભોર રાજય બહારના 16 પરીક્ષાર્થીઓને લઇને આવ્યો હતો
- જેમાં બિહારના 3, મહારાષ્ટ્રના 4, ઓડિશાના 5, રાજસ્થાનના 3 અને ઉત્તરપ્રદેશના 1
- ગોધરાના 6 પરીક્ષાર્થીઓ અને રાજયના અન્ય જિલ્લાના 8 પરીક્ષાર્થી મળીને કુલ 30 પરીક્ષાર્થીઓને પાસ કરાવવા કાવત્રરૂ રચ્યું
ગોધરા અને થર્મલ ખાતે જય જલારામ સ્કૂલમાં નીટ પરીક્ષા કૌભાંડમાં સીબીઆઇએ રજૂ કરેલી ચાર્જશીટમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં આ જ કૌભાંડીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથ નીટની પરીક્ષામાં પૈસા લઇને પરીક્ષાર્થીઓને પાસ કરાવતા હતા અને એક પરીક્ષામાં 50 કરોડ રૂપિયાનો વેપાર કરતા હોવાના આક્ષેપની લેખિત અરજીઓ પણ ચાર્જશીટમાં રજૂ કરી છે. સાથે રાજ્ય બહારના 16 પરિક્ષાર્થીઓના અમદાવાદ-ગોધરા અને વડોદરાના સરનામા બતાવ્યા હતાં અને તે સરનામા પર નોટિસ મોકલવામાં આવતા ખોટા સરનામાના આધારે નોટિસો પણ પરત આવી હતી. સીબીઆઇએ 5 કોરા ચેક મળીને કુલ 18 ચેક ડોકયુમેન્ટ તરીકે કોર્ટમાં જમા કરાવ્યા છે. જોકે જિલ્લા કલેક્ટર પાસે અગાઉની પરિક્ષાની પણ તપાસ કરવા માટે લેખીતમાં રજુઆત આવી હતી. ગોધરા અને થર્મલ ખાતેની જયજલારામ સ્કૂલમાં નીટની પરીક્ષામાં પરીક્ષાર્થીઓને મેરીટમાં લાવવા પાસ કરવા પરશુરામ રોય અને આનંદ વિભારે લાખો રૂપીયા વાલીઓ પાસેથી લીધા. આનંદ વિભોર રાજય બહારના પરીક્ષાર્થીઓને શોધીને નીટની પરીક્ષામાં સારા માર્ક સાથે રેન્ક અપાવવાની બાંહેધરી આપતો હતો. આનંદ વિભોર રાજય બહારના 16 પરીક્ષાર્થીઓને લઇને આવ્યો હતો. જેમાં બિહારના 3, મહારાષ્ટ્રના 4, ઓડિશાના 5, રાજસ્થાનના 3 અને ઉત્તરપ્રદેશના 1 પરીક્ષાર્થીઓને ગોધરા અને થર્મલનું જય જલારામ સ્કૂલનું કેન્દ્ર નક્કી કરાવ્યું હતું. હજારો કી.મી દુર રહેતા પરપ્રાંતિય વિદ્યાર્થીઓના સરનામાં ગોધરા, વડોદરા, અમદાવાદ, મોડાસાના બતાવીને ફોર્મ ભર્યું હતું. જયારે આરીફ વોરા થકી ગોધરાના 6 પરીક્ષાર્થીઓ અને રાજયના અન્ય જિલ્લાના 8 પરીક્ષાર્થી મળીને કુલ 30 પરીક્ષાર્થીઓને પાસ કરાવવા કાવત્રરૂ રચ્યું હતું. પણ જયજલારા સેન્ટર પર ચોરી કરાવવાનો કૌભાંડોની તપાસ ચાલતી હતી. ત્યારે તપાસમાં પરીક્ષાર્થીઓએ જેટલું આવડે તેટલું લખીને શીટ કોરી મુકી હતી. બાદમાં ચોરી ન થતા પરીક્ષાર્થીઓ નાપાસ થયા હતા.
મહિસાગરના તબીબે પુત્રને સારો રેન્ક અપાવવા લાખો રૂપિયા આપ્યા હતા
ખોટાં સરનામાં બતાવીને પરીક્ષા આપી રાજય બહારના પરીક્ષાર્થીઓના સરનામાં મકરપુરા વડોદરા, નારાયણ ગાર્ડન ન્યુ અલકાપુરી, કાલુપુર અમદાવાદ, માનવ પાર્ક, માલપુર મોડાસા, ધનોલ ગોધરા, શિવ ટેમ્પલ નાંલદા સ્કૂલ ગોધરા, ગાયત્રી સુપર માર્કેટ ગોધરા, ભગવતી સોસાયટી ગોધરા, ભુરાવાવ ચોકડી ગોધરા, સામલી ગોધરા, ચંચોપા ગોધરા, રાણુંક ભવન પંચમહાલ તથા એકમાં ફક્ત પંચમહાલ હોવાના ખોટા સરનામાં બતાવીને નીટની પરીક્ષા માટે ગોધરા સેન્ટર પસંદ કર્યું હતું.
પરશુરામ રોયના ફલેટમાંથી 14 ચેક મળ્યા હતા
સીબીઆઇએ સ્પેશિયલ કોર્ટમાં ગોધરા નીટકાંડની તપાસ કરીને 135 ડોકયુમેન્ટ જમા કરાવ્યા છે. જેમાં પાસ કરાવવા માટે વાલીઓના 18 ચેક પણ સામેલ છે. જેમાં પશુરામ રોયના ફલેટમાંથી 14 ચેકમાંથી 5 બ્લેન્ક ચેક અને બીજા અલગ અલગ રકમના 2 કરોડ રૂપીયાના 9 ચેક મળી આવ્યા હતા. સીબીઆઇએ મોબાઇલ, લેપટોપ, પેનડ્રાઇવ સહીત 33 આર્ટીકલની તપાસ કરી હતી.
- 2023ની નીટની પરીક્ષામાં 10 વિદ્યાર્થીને લાખો રૂપિયા લઇ પાસ કરવામાં આવ્યા હતા
- ગોધરાના કેન્દ્રમાં નીટમાં ગેરરીતિ અંગે સીબીઆઇની ચાર્જશીટમાં ઘટસ્ફોટ
જિલ્લા કલેકટરને નીટની અગાઉની પરીક્ષામાં જયજલારામ સ્કૂલમાં ચોરી થતી હોવાની ચાર જેટલી અરજીઓ આવતા કલેકટર અરજીઓ સીબીઆઇને સોંપી હતી
ગોધરા અને થર્મલ ખાતેની જય જલારામ સ્કૂલમા નીટની પોલીસ ફરીયાદ નોધ્યા બાદ ગોધરાની જય જલારામ સ્કૂલમાં અગાઉના વર્ષોમાં પણ નીટની પરીક્ષામાં ચોરી થતી હોવાની લેખિત અરજીઓને સીબીઆઇએ પોતાની ચાર્જશીટમાં સામીલ કરી છે.જિલ્લા કલેકટરને નીટની અગાઉની પરીક્ષામાં જયજલારામ સ્કૂલમાં ચોરી થતી હોવાની ચાર જેટલી અરજીઓ આવતા કલેકટર અરજીઓ સીબીઆઇને સોંપી હતી. લેખીત અરજીઓમાં જયજલારામ સ્કૂલની આ જ ટોળકી અગાઉની નીટની પરીક્ષામાં પરીક્ષાર્થીઓને પાસ કરાવવ્યા હતા. આ કૌભાંડીઓ છેલ્લા 5 વર્ષથી નીટની પરીક્ષામાં પૈસા લઇને પરીક્ષાર્થીઓને પાસ કરાવીને એક પરીક્ષામાં 50 કરોડ રૂપિયાનો વેપાર કરતા હોવાના આક્ષેપની લેખિત રજુઆત કરી છે. જયજલારામ સ્કૂલમાં વર્ષ 2022ની નીટની પરીક્ષામાં સારા માર્કે પાસ કરાવવાના 35 લાખ રૂપીયા લીધા હતા. મહિસાગરના તબિબે પોતાના પુત્રને પાસ કરાવવવા લાખો રૂપિયા આપ્યા હોવાની અરજી આવી હતી. વર્ષ 2023માં નીટની પરીક્ષામાં 10 જેટલા વિદ્યાર્થીઓને લાખો રૂપીયા લઇને પાસ કરાવ્યા છે. નીટની એક પરીક્ષામાં આ કૌભાંડી ટોળકી 50 કરોડ રૂપિયાનો વેપાર કરતા હોવાનું રજુઆતમાં જણાવીને આ કૌભાંડ છેલ્લા 5 વર્ષથી ચાલતું હતુ. રજુઆત કર્તાઓએ એનટીએમાં લેખિત રજુઆત અને મેઇલ કરવા છતા કોઇ પરીણામ આવ્યુ ન હતું. ત્યારે સીબીઆઇએ અગાઉની નીટ પરીક્ષામાં ગેરરીતી થઇ હોવાની અરજીઓની ધ્યાને લઇને ચાર્જશીટમાં બતાવીને જયજલારામ સ્કૂલમાં વર્ષ 2024 ની નીટ પરીક્ષામાં પકડયેલા આરોપીઓ અગાઉ પણ આવી જ ગેરરીતી કરતા હોવાની અરજીઓ સામેલ કરી છે.