વિરપુરના દાંતલા પેટે તોરણાના મુવાડા ગામે કિશોરે ગળેફાંસો ખાઈ આપધાત કર્યો

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના દાંતલા પેટે તોરણાના મુવાડા ગામે 17 વર્ષના કિશોરે ધરે ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો.

દાંતલા પેટે તોરણાના મુવાડામાં રહેતા મહેશ રમણભાઈ ડામોરનો પુત્ર હિંમત ડામોર(ઉ.વ.17)ધો.-12માં અભ્યાસ કરતો હતો. મહેશભાઈ છેલ્લા કેટલાક સમયથી બહારગામ રહેતા હતા. જયારે હિંમત ગામમાં જ રહી અભ્યાસ કરતો હતો. આ દરમિયાન તા.24 નવેમ્બરની રાત્રિએ અગમ્ય કારણોસર હિંમતે પોતાના ધરની પાછળના ગુજારામાં લાકડાના મોભે સાડીના ટુકડાથી ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. આ અંગે વિરપુર પોલીસને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પી.એમ.અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે હિંમતના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યકત કરી ગુન નોંધવા માંગ કરી હતી. પરંતુ હાલ પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધી પી.એમ.રિપોર્ટના આધારે તપાસ હાથ ધરી છે.