સુપર ટાઈફૂન યાગીએ ચીનમાં મોટા પાયે તબાહી મચાવી છે. દક્ષિણ ચીનના હૈનાન પ્રાંતના તટવર્તી વિસ્તારમાં ભારે વરસાદ થયો અને ભારે પવનથી થયેલી દુર્ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા અને ૯૫ અન્ય ઘાયલ થઈ ગયા હતા. હજારો લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા છે. ૧૫ લાખથી વધારે ઘરોમાં વીજળી ઠપ થઈ ગઈ છે. યાગી આ વર્ષે ૧૧મું તોફાન છે, જે શુક્રવારે ચીનના સમુદ્રી તટ સાથે ટકરાયું. તેણે પહેલા હૈનાનમાં દસ્તક દીધી અને પછી ગુઆંગડોંગ પ્રાંતમાં તબાહી મચાવી.
સુત્રોએ કહ્યું હતું કે સુપર ટાઈફૂન યાગીએ ભારે વરસાદ અને ભારે પવન સાથે દક્ષિણ ચીનમાં તબાહી મચાવી છે. પ્રાકૃતિક આપદામાં ૪ લોકોના મોત થયા અને ૯૫ અન્ય ઘાયલ થયા છે. ચીનના રાષ્ટ્રપતિ ચિનફિંગે દેશના દક્ષિણી ક્ષેત્રમાં તોફાન આવ્યા બાદ આપદા રાહત પ્રયાસો વધારવા માટે કહેવાયું છે. પોપ્યુલર ટૂરિસ્ટ પ્લેસ હૈનાનમાં તોફાનના કારણે ઝાડ ઉખડી ગયા. વીજળી ગુલ થઈ ગઈ અને રસ્તા જળમગ્ન થઈ ગયા. રિપોર્ટ અનુસાર, ૧૫ લાખથી વધારે પ્રભાવિત ઘરોમાં વીજળી સપ્લાય ચાલુ કરવા માટે ૨૨૦૦થી વધારે કર્મચારીઓ કામે લાગી ગયા છે.
હૈનાનમાં ૧૨,૫૦૦થી વધારે બેસ સ્ટેશનો ક્ષતિગ્રસ્ત હોવા છતાં બચાવ દળ કમ્યુનિકેશન નેટવર્કને ચાલુ કરવામાં લાગી ગયું છે. યાગી ચક્રવાતી તોફાનને જોતા ચીને શુક્રવારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. સાથે જ દક્ષિણ ક્ષેત્રમાં પૂરની ચેતવણી આપી હતી. યાગી તોફાન સૌથી પહેલા હૈનાનમાં પહોંચ્યું, ત્યારબાદ દક્ષિણી ગુઆંગડોંગ પ્રાંતમાં દસ્તક દીધી. હવે ચીનના ગુઆંગ્શી ઝુઆંગ ઓટોનોમસ એરિયા સાથે જ ઉત્તરી વિયેતનામમાં પણ ટાઈફુન યાગીએ દસ્તક દીધી. વિયેતનામમાં ૪ લોકોના મોત થયા છે.