મોટી સિદ્ધિ મેળવવાથી માત્ર ૯ ચોગ્ગા દૂર છે વિરાટ કોહલી, અત્યાર સુધી માત્ર ૪ ભારતીય મહાન ખેલાડી આ કરી શક્યા છે.

વિરાટ કોહલી ટેસ્ટ કરિયર: વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. આવી સ્થિતિમાં તે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કરવા આતુર હશે. ભારતીય ટીમ ૧૯ સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં અત્યાર સુધી કુલ ૯૯૧ ચોગ્ગા ફટકાર્યા છે. જો તે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ૯ ચોગ્ગા ફટકારે છે તો તે ટેસ્ટ ક્રિકેટમાં તેના ૧૦૦૦ ચોગ્ગા પૂરા કરી લેશે. તેના પહેલા માત્ર ચાર ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં એક હજારથી વધુ ચોગ્ગા ફટકારી શક્યા છે. જેમાં સચિન તેંડુલકર (૨૦૫૮), રાહુલ દ્રવિડ (૧૬૫૪), વીરેન્દ્ર સેહવાગ (૧૨૩૩) અને વીવીએસ લક્ષ્મણ (૧૧૩૫)નો સમાવેશ થાય છે. તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન છે. તેણે અત્યાર સુધીમાં કુલ ૨૦૫૮ ચોગ્ગા ફટકાર્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ભારતીય બેટ્સમેન:

સચિન તેંડુલકર- ૨૦૫૮

રાહુલ દ્રવિડ – ૧૬૫૪

વિરેન્દ્ર સેહવાગ- ૧૨૩૩

વીવીએસ લક્ષ્મણ- ૧૧૩૫

વિરાટ કોહલી- ૯૯૧

વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. તેણે ભારતીય ટીમ માટે છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ ૨૦૨૩માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી ૧૧૩ ટેસ્ટમાં ૮૮૪૮ રન બનાવ્યા છે. તેણે ભારત માટે ૨૯૫ ર્ડ્ઢૈં અને ૧૨૫ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટી ૨૦ ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ૧૦૦થી વધુ મેચ રમનાર ભારતનો એકમાત્ર ખેલાડી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે ૮૦ સદી છે. સચિન તેંડુલકર પછી તે સૌથી વધુ સદી ફટકારનાર બીજા નંબરનો ખેલાડી છે. કોહલીની ફિટનેસ મેદાન પર દેખાઈ આવે છે. છેલ્લા એક દાયકામાં તે ટીમ ઈન્ડિયા માટે ટ્રબલ-શૂટર સાબિત થયો છે. મુશ્કેલ સંજોગોમાં, જો કોહલી ક્રિઝ પર હોય, તો ભારતીયો જીતની આશા રાખે છે.