સુરતના લાજપોર જેલમાં કેદીએ તબીબ પર નજીવી બાબતે હુમલો બોલી દેતા તબીબે સિવિલમાં સારવાર લેવી પડી છે, સુરતના લાજપોર જેલની અંદર બીમાર અને રીઢા ગુનેગારોનું તબીબો દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તેવામાં એક માથા ભારે ગુનેગારે તબીબને લાફો મારી દેતા પોલીસ તંત્ર દોડતું થયું હતું જેના કારણે એ આરોપી હતો. હત્યાનો જેના કારણે પોલીસની ટીમ સાથે તબીબ પોતાનું ટ્રીટમેન્ટ કરવવવા સિવિલ દોડ્યા હતા.
સુરતની લાજપોર જેલમા સિવિલ હોસ્પિટલમાં જ હત્યાના આરોપીએ સારવાર કરાવવી છે. નજીવી વાતે તબીબ અને આરોપી વચ્ચે બબાલ થઈ હતી. તબીબે આરોપીની વાત ન માનતા આરોપીએ લાજપોર જેલમાં સીએમઓ તરીકે ફરજ બજાવતા ડૉ. ઉમેશ ચૌધરીને તમાચો માર્યો હતો, જે બાદ પોલીસ દ્વારા આરોપી પર કાયૅવાહી કરવામાં આવી હતી.
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સિવિલના સીએમઓને હત્યાના ગુનાના આરોપીએ તમાચો મારી દીધો હતો જેને પગલે તબીબને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આડે દિવસે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં આરોપી અને તબીબ વચ્ચે બોલાચાલી થવાના કિસ્સા બનતા હોય છે. ત્યારે વધુ એક વાર આરોપીએ તબીબને તમાચો માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે તબીબ ડૉ. ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગી રહેલા આરોપીઓની સારવાર કરવામાં આવી રહી છે જ્યાં આરોપીને બહાર જવાનું બહાનું જોઈતું હોવાથી તેણે હુમલો બોલી દીધો હતો.
સીઓમઓ ડોક્ટર ચૌધરી હજારોની સંખ્યા જેલમા સજા ભોગવતા આરોપીઓની સારવાર કરતાં હોય છે તેવામાં હત્યાના ગુનાનો આરોપી દીપ સારવાર માટે તેમની પાસે આવ્યો હતો. સાથે જ આરોપીએ તાવ સહિતની ફરિયાદ કરી હતી જેને લઈ તબીબે દવા આપી સામાન્ય તકલીફ છે આ દવાથી સારું થઈ જશે કહ્યું હતું પરંતુ આરોપીને જેલની જગ્યા પર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી હતી જેથી આરોપીએ ડોક્ટર ચૌધરીને સિવિલમાં રિફર કરવાનું જણાવ્યું હતું જે બાદ તબીબે રીફર કરવાની જરૂર ન જણાતા આરોપીને ના પાડી હતી જેને લઈ આરોપી દીપ રોષે ભરાયો હતો.
જે બાદ આરોપીએ ડોક્ટર ચૌધરીને તમાચો મારી દીધો હતો જે બાદ ઘટનાની જાણ થતાં લાજપોર જેલના પોલીસ જવાનો દોડી આવ્યા હતા. હત્યાના આરોપીએ ડોક્ટર ચૌધરીને કાનના ભાગે લાફો માર્યો હોવાથી સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે કોઈ ગંભીર બાબત સામે ન આવતા ડોક્ટર ચૌધરીએ સિવિલમાં આ મામલે માત્ર એમએલસીકરાવ્યું હતું. હત્યાના આરોપી અને તબિયત વચ્ચે થયેલી બબાલ બાદ સચિન પોલીસે એમએલસી નોંધી હતી સાથે જ પોલીસની ટીમ શનિવારે રાત્રે લાજપોર જેલ પહોંચી હતી અને આંખો ઘટનાનો ત્યાગ મેળવાયો હતો, જે બાદ આરોપી ખટોદરા પોલીસમાં વર્ષ ૨૦૨૩માં હત્યાનો આરોપી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ સૂત્રોનું માનીએ તો તબીબ પર હુમલો કરનાર આરોપીને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો હતો.