ગત તા. 07મી સપ્ટેમ્બરના રોજ એક રાષ્ટ્રપક્ષી મોર જંગલ વિસ્તારમાંથી ઉડી દાહોદના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર. 3 પર આવી જતા ત્યારે બરોડા તરફથી અજમેર તરફ જતી અજમેર સુપર ફાસ્ટ ટ્રેન દાહોદ તરફથી જઈ રહી હતી ત્યારે ટ્રેન આવતા રાષ્ટ્રપક્ષી ઉડવા જતા રાષ્ટ્રપક્ષી ટ્રેનના આગળના એન્જિનના ભાગે જતા રાષ્ટ્રપક્ષીનું મોત નીપજ્યું હતું. રાષ્ટ્રપક્ષી ટ્રેનની અડફેટે આવી જતા તેમનું મોત નીપજતા રાજકીય રેલ્વે પોલીસ અને આર.પી.એફ પોલીસ ઘટના સ્થળે પહોંચી મરણ પામેલ રાષ્ટ્રપક્ષી મોરને ફોરેસ્ટ વિભાગને સોપવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.