બાલાસિનોરમાં જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ

બાલાસિનોરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી બાદ તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવીકાઓ ઉપસ્થિત રહયા હતા વરસાદમાં શોભાયાત્રા જૈન દેરાસરથી નીકળીને નગરના રાજમાર્ગો ઉપર ફરીને ભક્તોને દર્શન આપ્યાં હતા.

પર્યુષણ પર્વની ઉવજણી બાદ બાલાસિનોર નગરમાં તપસ્વીઓના બહુમાન અને પારણા કરાવવામાં આવ્યા હતા સવારે ઉપાશ્રયમાં નાની મોટી આરાધના કરનાર તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા ત્યારે બાદ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે નગરના જૈન દેરાસરથી નીકળી અને નગરના મુખ્યમાર્ગો ઉપર ફરીને પરત પહોચી હતી. શોભાયાત્રા નું રસ્તામાં ઠેર ઠેર ગહુલીપૂજન કરવામાં આવ્યુ હતુ.

સૌથી આગળ ભગવાનનો રથ, સંગતની સુરાવલીઓ છેડતુ બેન્ડ, નાસીકઢોલ, ઇન્દ્રધજા રથ આ શોભાયાત્રાના આકર્ષણ રહયા હતા. યુવાનોનો ઉત્સાહ અને થનગનાટ સહેજ પણ ઓછો થતો ન હોતો સંગીતમાં સુંદર સ્તવનો, કાંસી જોડાના તાલે જય મહાવીરના જયઘોષ અને જૈનમ જયંતી શાશનમ ના સુત્રોચારથી બાલાસિનોર નગરની ગલીઓ ગુંજી ઉઠી હતી બાલાસિનોર નગરના કડિયા ઢાળ,નિશાળ ચોક, પટેલવાડા,પાંચ હાટડિયા થઇને શોભાયાત્રા જૈન દેરાસર ખાતે પરત ફરી હતી.