વર્ષ ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર પાછા ફર્યા. ત્યારથી, આ દેશમાં ઓછામાં ઓછી ૧૪ લાખ છોકરીઓને શાળાએ જવા પર પ્રતિબંધ છે. સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક એજન્સી યુનેસ્કોના રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનમાં એક આખી પેઢીનું ભવિષ્ય જોખમમાં છે. ગયા મહિને તાલિબાન શાસનના ત્રણ વર્ષ પૂરા થયા. આ ત્રણ વર્ષમાં ૧૧ લાખથી વધુ છોકરા-છોકરીઓએ અહીં શાળા છોડી દીધી છે.
યુનેસ્કોનું કહેવું છે કે શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં આટલો મોટો ઘટાડો ચોંકાવનારો છે. તેનાથી બાળ મજૂરી અને બાળ લગ્નના કેસ વધી શકે છે. એજન્સીએ કહ્યું કે માત્ર ત્રણ વર્ષમાં તાલિબાને અફઘાનિસ્તાનમાં શિક્ષણના ક્ષેત્રમાં વિકાસને સમાપ્ત કરી દીધો છે, જે લગભગ ૨૦ વર્ષથી સારી ગતિએ વધી રહ્યો હતો. આમ કરીને તાલિબાને અફઘાનિસ્તાનની આખી પેઢીનું ભવિષ્ય દાવ પર લગાવી દીધું છે. અહીં લગભગ ૨.૫ લાખ છોકરીઓને શિક્ષણનો અધિકાર નથી મળી રહ્યો.
તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન વિશ્ર્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં છોકરીઓને માયમિક શાળાઓ અને યુનિવસટીઓમાં ભણવાની મંજૂરી નથી. તાલિબાન પ્રશાસનને દુનિયાના કોઈપણ દેશ તરફથી માન્યતા મળી નથી. તેણે મહિલાઓ પર જે નિયંત્રણો લાદ્યા છે તેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લિંગ ભેદભાવ કહેવામાં આવે છે. ૨૦૨૧ થી, અફઘાનિસ્તાનમાં લગભગ ૧૪ લાખ છોકરીઓ તેમના શાળાએ જવાના અધિકારથી વંચિત છે. નોંધનીય છે કે ગયા વર્ષે થયેલી ગણતરીની સરખામણીએ આ વર્ષે આ સંખ્યામાં ૩ લાખનો વધારો થયો છે.