ટાઈમ મેગેઝીનની બીજી વાર્ષિક ટાઈમ ૧૦૦ એઆઈ યાદીમાં સ્થાન મેળવનાર અનિલ કપૂર એકમાત્ર ભારતીય અભિનેતા છે. પ્રખ્યાત અભિનેતાએ વૈશ્ર્વિક ઉદ્યોગપતિઓ, તકનીકી નેતાઓ, વૈજ્ઞાનિકો અને અભિનેતાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. યાન રાખો કે આ સૂચિ પ્રભાવશાળી વ્યક્તિત્વની ઉજવણી કરે છે જેમણે છૈં ના વિકાસમાં યોગદાન આપ્યું છે.
’ટાઈમ ૧૦૦ એઆઈ’ યાદીમાં અન્ય નોંધપાત્ર ભારતીયોમાં કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ અને ઈન્ફોસીસના સહ-સ્થાપક અને છષ્ઠષ્ઠજીં ચેરમેન નંદન નીલેકણીનો સમાવેશ થાય છે. યાદીમાં અનિલના સમાવેશથી ઘણાને આશ્ર્ચર્ય થયું છે જેઓ વિચારી રહ્યા છે કે ૬૭ વર્ષીય અભિનેતાને તેમાં સ્થાન કેમ મળ્યું છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.
નોંધનીય છે કે વર્ષ ૨૦૨૩માં અનિલ કપૂર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે દિલ્હી હાઈકોર્ટે ૧૬ સંસ્થાઓને તેમની પરવાનગી વિના વ્યાપારી લાભ માટે તેમના નામ, અવાજ, છબી અથવા અન્ય વ્યક્તિગત લાક્ષણિક્તાઓનો દુરુપયોગ કરવા પર રોક લગાવતો વચગાળાનો આદેશ આપ્યો હતો થી અનિલના મોર્ફ કરેલા વિડિયો અને પ્રખ્યાત ડાયલોગ ’ઝક્કાસ’ વ્યાપકપણે પ્રસારિત થયા બાદ કોર્ટે દરમિયાનગીરી કરી હતી. અભિનેતાએ આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ૧૯૮૫માં આવેલી તેની ફિલ્મ ’યુદ્ધ’માં કર્યો હતો.
આ યાદીમાં અનિલ સાથે હોલીવુડ સ્ટાર સ્કારલેટ જોહાન્સન પણ સામેલ થઈ ગઈ છે. સપ્ટેમ્બર ૨૦૨૩માં, તેમણે એક નિવેદન બહાર પાડ્યું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેમ ઓલ્ટમેને તેમને અવાજ આપવા માટે તેમને સિસ્ટમમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના મતે, જેઓ ટેક્નોલોજીથી પરિચિત નથી તેમના માટે તે આરામદાયક રહેશે. ૩૯ વર્ષીય આ ઓફરને ફગાવી દીધી હતી.ટાઈમ ૧૦૦ એઆઈ અનિલ કપૂર એકમાત્ર એવા ભારતીય અભિનેતા બન્યા જેમને યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, જાણો શા માટે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનિલ કપૂર છેલ્લે ૨૦૨૩માં આવેલી ફિલ્મ ’એનિમલ’માં જોવા મળ્યો હતો. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દશત આ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં હતો અને તેણે અનિલના પુત્રની ભૂમિકા ભજવી હતી.