દિવ્યાંગ મતદારો માટેના એકસેસીબિલિટી ઓબ્ઝર્વર દ્વારા પંચમહાલ જિલ્લાના બુથોનું નિરીક્ષણ કરવામાં આવ્યું

ગોધરા,

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા વિશેષ મતદારો (દિવ્યાંગ અને 80થી વઘુ ઉંમરવાળા) માટે મતદાન મથકે, સગવડતાના સ્પેશિયલ એકસેસીબિલિટી ઓબ્ઝર્વર રેમ્યા મોહન દ્વારા પંચમહાલ જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારના બુથોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં મતદાન મથકોનાં સ્થળ ઉપર દિવ્યાંગ મતદારો માટે રેમ્પની વ્યવસ્થા, અલગ હરોળ તેમજ સિનિયર સિટીઝન માટે અલગ હરોળની સુવિધા ઉ5લબ્ધ કરવામાં આવી છે કે, કેમ? તે બાબતની ચકાસણી કરી હતી. પંચમહાલ જિલ્લામાં કુલ 8011 દિવ્યાંગ મતદારો તથા 22,063 સિનિયર સિટીઝન મતદારો તરીકે નોંધાયેલ છે. જિલ્લાના તમામ વિઘાનસભા મત વિસ્તારના બુથ ઉ5ર 100% રેમ્પની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે.

મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો માટે કુલ 94 મતદાન મથક ઉપર વ્હીલચેરની સુવિધા ઉ5લબ્ધ કરાવવામાં આવશે. જેથી દિવ્યાંગ મતદારો સુગમતાથી તેમનું મતદાન કરી શકે. આ ઉપરાંત દિવ્યાંગ તથા વૃધ્ધ મતદારો માટે ટ્રાન્સપોર્ટેશન તથા સહાયકોની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સદ્દર મતદારો ચૂંટણી પંચની ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1950 ઉપર ફોન કરી ટ્રાન્સપોર્ટેશનની માંગણી કરી શકે તેવી સુવિઘા ઉ5લબ્ધ કરાવવામાં આવેલ છે. મુલાકાત સમયે નોડલ ઓફિસર (ઙઠઉ) તથા નાયબ નિયામક (વિ.જા), મામલતદાર તથા નાયબ મામલતદાર હાજર રહ્યા હતા. એકસેસીબિલિટી ઓબ્ઝર્વર દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા અંગે સંતોષ વ્યકત કરાયો હતો તથા જરૂરી સૂચનો પણ આ5વામાં આવ્યા હતા.

Don`t copy text!