ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરી હોસ્પિટલમાં દાખલ છે. સીતારામ યેચુરીને દિલ્હી એમ્સમાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે રાત્રે સીતારામ યેચુરીની તબિયત ફરી એક વખત બગડી હતી, ત્યારબાદ તેમને દિલ્હી એઈમ્સના વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. યેચુરીના ફેફસામાં સમસ્યા છે.એમ્સના ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. તમને જણાવી દઈએ કે ૭૭ વર્ષીય સીપીઆઇ એમના નેતા સીતારામ યેચુરીને ૧૯ ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેને આઇસીયુમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારથી તેની સારવાર ચાલી રહી છે. ગુરુવારે ફરી એકવાર તેમની તબિયત લથડી હતી.
સીપીઆઇ એમના મહાસચિવ સીતારામ યેચુરીના સ્વાસ્થ્યને લઈને દિલ્હી એમ્સના ડૉક્ટરોએ એક નવું અપડેટ આપ્યું છે. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સીતારામ યેચુરીની હાલત હજુ પણ નાજુક છે. ગઈકાલથી તેઓ વેન્ટિલેટર પર છે. સીતારામ યેચુરીની સારવાર દિલ્હી એમ્સમાં ચાલુ છે. ડોક્ટરોએ જણાવ્યું કે સીતારામ યેચુરીને ફેફસાના ઈન્ફેક્શનની સારવાર માટે ૧૯ ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા જેવા ચેપની સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં દિલ્હી એઈમ્સના વરિષ્ઠ ડોકટરોની ટીમ તેમની તબિયત પર નજર રાખી રહી છે. યેચુરીએ તાજેતરમાં મોતિયાનું ઓપરેશન પણ કરાવ્યું હતું.
વાસ્તવમાં, તાજેતરમાં (૩૧ ઓગસ્ટ) ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ) એ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું હતું કે જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી એમ્સ, દિલ્હીમાં સારવાર હેઠળ છે. યેચુરીની સારવાર દિલ્હી એઈમ્સના વિશેષ ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. પાર્ટીએ જણાવ્યું હતું કે તે શ્ર્વસન ચેપની સારવાર હેઠળ છે. તમને જણાવી દઈએ કે સીતારામ યેચુરીને ઓગસ્ટ મહિનામાં ન્યુમોનિયા જેવા ચેપની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, એઈમ્સના ડોકટરોએ તે સમયે તેમની બીમારીનો ખુલાસો કર્યો ન હતો. યેચુરીએ થોડા મહિના પહેલા જ મોતિયાની સર્જરી કરાવી હતી. ત્યારથી એમ્સના ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.