કોલકાતા ડોક્ટર કેસમાં આરોપી સંદિપ ઘોષના ઘરે ઇડીના દરોડા,સર્ચ ચાલુ

ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પશ્ર્ચિમ બંગાળની આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદિપ ઘોષ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય એજન્સીએ સંદીપ ઘોષના ઘરે દરોડા પાડ્યા છે અને સર્ચ ચાલુ છે. આ સિવાય અધિકારીઓએ રાજ્યમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. ઈડીએ આ કાર્યવાહી પીએમએલએ કેસ હેઠળ કરી છે. ૯ ઓગસ્ટના રોજ, કોલેજના સેમિનાર હોલમાં બળાત્કાર બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલા ટ્રેઇની ડોક્ટરની લાશ મળી આવી હતી.

અહેવાલ છે કે ઘોષ અને તેના નજીકના સહયોગીઓ સાથે જોડાયેલા ૫-૬ સ્થળો પર ઈડીએ દરોડા પાડ્યા છે. આ ઉપરાંત ઈડ્ઢના અધિકારીઓ હોસ્પિટલના ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રસુન ચેટરજીના ઘરે પણ પહોંચ્યા છે. સીબીઆઇએ મંગળવારે ઘોષની તેમના કાર્યકાળ દરમિયાન ગેરરીતિઓના આરોપસર ધરપકડ કરી હતી. તેને ૮ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. અહીં પશ્ર્ચિમ બંગાળ સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવે તે પહેલા ઘોષની એજન્સીની સોલ્ટ લેક ઓફિસમાં ૧૫ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ સીબીઆઈએ રેપ અને મર્ડર કેસના સંબંધમાં ટ્રેઈની ડોક્ટરની પૂછપરછ કરી હતી. ઉપરાંત હોસ્પિટલમાં આથક ગેરરીતિઓ અંગે પણ પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા. ઘોષને બે વખત પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવવો પડ્યો હતો. ઇડી ઘોષની મની લોન્ડરિંગના આરોપમાં પણ તપાસ કરી રહી છે.

ઘોષે તેમના કાર્યકાળ દરમિયાન સંસ્થામાં નાણાકીય અનિયમિતતાઓનો આક્ષેપ કરતી અરજીમાં પક્ષકાર તરીકે અમલમાં મૂકવાની તેમની અરજીને નકારી કાઢતા કોલકાતા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે ૨૩ ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ પાસેથી કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશનને સોંપવાનો આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટનો ૨૩ ઓગસ્ટનો આદેશ હોસ્પિટલના ભૂતપૂર્વ નાયબ અધિક્ષક અખ્તર અલીની અરજી પર આવ્યો હતો, જેમણે ઘોષના કાર્યકાળ દરમિયાન હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસની માંગ કરી હતી. હાઈકોર્ટે ઘોષની અરજીમાં પક્ષકાર તરીકે સામેલ થવાની અરજીને પણ ફગાવી દીધી હતી, એમ કહીને કે તે આ કેસમાં ‘જરૂરી પક્ષકાર’ નથી.

તેમણે તેના આદેશમાં કહ્યું હતું કે, ‘પઉપરોક્ત આરોપો અને ઘટના વચ્ચેની સ્પષ્ટ કડીને યાનમાં રાખીને અને આ કેસની તપાસ (હોસ્પિટલમાં ડૉક્ટરની બળાત્કાર અને હત્યા)ને પહેલાથી જ સોંપવામાં આવી છે. સીબીઆઈ વ્યાપક અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ર્ચિત કરવા માટે, આ કેસ પણ સીબીઆઈને સોંપવો જોઈએ.’ ઘોષે પોતાના વકીલ સિદ્ધાર્થ ચૌધરીના માયમથી હાઈકોર્ટના ૨૩ ઓગસ્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.