મોરવા(હ)તાલુકાના માતરીયા(વેજમાં)ગામે રહેતા આરોપીઓએ ફરિયાદીને જુના સર્વે નં.-582 વાળી જમીનમાંથી હે.આર.ચો.મી.0.80.94 વાળી જમીન વેચચાણ હકકે આપેલ હતી. આ જમીનમાં ફરિયાદી ખેતીવાડી કરતા હોય આ જમીન પચાવી પાડવા માટે આરોપીઓએ ભાડેથી ટ્રેકટર લાવી ખેડાણ કરી ખેતીને નુકસાન કરતા આરોપીએ ના કહેવા જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપતા મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના માતરીયા (વેજમાં)ગામે રહેતા આરોપી બિજલભાઈ ગોબરભાઈ બારીયા તથા જશવંતભાઈએ ફરિયાદી મુકેશ કુમાર પ્રતાપસિંહ બારીયાને જુના ખાતા નં.-106 જેનો સર્વે નં.-582 તથા નવા ખાતા નં.-206ની જમીનમાંથી હે.આર.ચો.મી.0.80.94 વેચાણ હકકે રાખેલ જમીનમાં મુકેશકુમાર પ્રતાપસિંહ બારીયા તેમાં ખેતીવાડી કરતા હતા તે જમીન આરોપીઓ પચાવી પાડવા ભાડેથી ટ્રેકટર લાવી ફરિયાદીની જમીનનુ ખેડાણ કરી વાવણી કરી તેમજ મુકેશભાઈ બારીયાએ ખેતરમાં વાવેતર કરેલ પાકને નુકસાન કરેલ હોય ત્યારે કોકીલાબેન પ્રતાપસિંહ બારીયા ખેડા કરવાની ના પાડતા આરોપીએ મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવા પામી છે.