મોરવા(હ)તાલુકાના સાગાવાડા ગામે રહેતા ફરિયાદી તથા કુટુંબીઓની સંયુકત માલિકીની સર્વે નં.-378 જુના ૃસર્વે નં.-84 વાળી જમીનમાં આરોપી ઈસમોએ દબાણ કરી ધર બનાવેલ અને આરોપી ઈસમોએ આ જમીન ઉપર આવશો તો જાનથી મારી નાંખીશુ બધી જમીન લઈ લઈશુ તેવી ધમકીઓ આપતા આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના સાગાવાડા ગામે ભુરિયા ફળિયામાં રહેતા આરોપીઓ નરવતભાઈ રંગાભાઈ ભુરીયા, દલીપભાઈ નરવતભાઈ ભુરીયા, પ્રવિણ નરવતભાઈ ભુરીયા, કનુભાઈ નરવતભાઈ ભુરીયા, મીનાબેન નરવતભાઈ ભુરીયાએ ફરિયાદી ટીનાબેન પુનાભાઈ ભાથુભાઈ ભુરીયા અને કુટુંબની સંયુકત માલિકીના સર્વે નં.-378 જુના રે.સર્વે નં.-84 અ વાળી ક્ષેત્રફળ હે.આર.ચો.મી.3,82,58 વાળી જમીન પૈકી પુર્વ દિશા તરફની ફકત 10 ગુંઠા જમીન દબાણ કરી તેમજ મકાન બનાવેલ હોય આ બાબતે આરોપીઓને ફરિયાદી અને અન્ય કહેવા જતાં આરોપીઓએ આ જમીન ઉપર આવવાનુ નહિ આવ્યા તો જાનથી મારી નાંખીશુ તેમ કહી ગાળો આપી હતી. હવે બધી જમીન પડાવી લઈશુ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.