દાહોદ શહેરના પરેલ વિસ્તાર ખાતે અજાણ્યા તસ્કરોએ દિવાલમાં બાકોરૂ પાડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી એલઈડી ટીવી, પેનડ્રાઈવ, પાણીની મોટર વિગેરે મળી કુલ રૂા.24,854ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયાંનું જાણવા મળે છે.
ગત તા.02 સપ્ટેમ્બરના રોજ દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં હિન્દુ ખડ્ડા કોલોની ખાતે રહેતાં ગૌરવકુમાર ઉમેશભાઈ ઠાકોરના ઘરના પાછળના ભાગના કોટયાર્ડની અંદરના લાકડાના દરવાજાના પાટીયા ખોલી બાકોરૂ પાડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં મુકી રાખેલ એલઈડી ટીવી, પેનડ્રાઈવ, પાણીની મોટર તેમજ ઈયર બડ્સ વિગેરે મળી કુલ રૂા. 24,854ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયાં હતાં.
આ સંબંધે ગૌરવકુમાર ઉમેશભાઈ ઠાકોરે દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.