ફતેપુરા તેર ગોળા ચોકડી પર એક ગદર્ભ પીડાથી કણસતા સારવાર આપવામાં આવી

ફતેપુરા નજીક તેર ગોળા ચોકડી પાસે એક ગદર્ભ છેલ્લા ત્રણેક દિવસથી પીડા થી કણસી રહ્યો હતો. આજુબાજુના લોકો દ્વારા ગદર્ભને ઘાસચારો તેમજ અનાજ ખાવા માટે આપ્યું હતું પરંતુ પીડાના કારણે તે કશું ખાઈ શકતો ન હતો કે ન તો હલનચલન કરી શકતો હતો. ત્યારે ફતેપુરા ના પત્રકાર વિનોદભાઈ પ્રજાપતિ તે સમયે ત્યાંથી નીકળવાનું થતાં આ ગદર્ભ ઉપર નજર પડતા પીડાથી કણસતા ગદર્ભને તાત્કાલિક સારવાર મળે તે માટે ફતેપુરા પશુ દવાખાનાના ડોક્ટર દેવુભાઈ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. દેવુભાઈ પ્રજાપતિ તાત્કાલિક પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતા અને આ ગદર્ભને તપાસ કરીને બોટલ ચડાવી ઇન્જેક્શન આપી તાત્કાલિક સારવાર આપી હતી. સારવાર મળતા જ ગદર્ભ ખાવાનું ચાલુ કરી દેતા મુંગા મૂંએ આશિષ આપ્યા હતા. ત્યારે પત્રકાર વિનોદભાઈ પ્રજાપતિએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.