ઝાલોદ તાલુકાના મીરાખેડીમા ચૌદ ગામના ખેડૂતો દ્વારા નેશનલ કોરીડોરની કામગીરીનો વિરોધ કરાયો

  • નેશનલ કોરીડોરમા ગરીબ આદિવાસી સમાજની જમીનો છીનવાઈ ગઈ હોવાના આક્ષેપો કરાયા.

ઝાલોદ તાલુકા તેમજ મીરાખેડી ગામની આસપાસ આવેલ મુણધા, સુથારવાસા, આંબા, બિલવાણી, મોટીહાંડી, ડગેરીયા, વસ્તી, પાવડી, ધારાડુંગર, ટાઢાગોલા, દાંતિયા, ગુલતોરા, છાંયણ, ચાટકા એમ કુલ ચૌદ ગામોની જમીનો દિલ્હી મુંબઈ કોરીડોર હાઇવે બને છે, તેમાં ગરીબ આદિવાસીઓની જમીનો સરકાર દ્વારા જબરદસ્તી લેવામાં આવેલ છે તેમજ જમીન લીધા પછી પણ તેનું યોગ્ય મહેનતાણું કે અન્ય વિસ્તારોમાં કોઈ જમીન કોઈ પણ અસરગ્રસ્તોને ફાળવવામાં આવેલ નથી તેવું સામાજીક આગેવાન મૂકેશ ડાંગી એ જણાવ્યું હતું. વધુ આક્ષેપો કરતા તેમણે જણાવ્યું કે અસરગ્રસ્ત આદિવાસી ખેડૂત ખાતેદાર ભાઈ બહેનોની આ હાઇવેમાં જમીન સમ્પાદન થઈ જતા જે તેમની મૂળભૂત સુવિધાઓ હતી તે છીનવાઈ ગયેલ છે. તે સુવિધાઓ મુહૈયાં કરવા આદિવાસી ખેડૂતો એ દાહોદ જીલ્લા કલેકટરને તા. 22 ઓગસ્ટ નારોજ આવેદન પત્ર આપેલ હતું અને ચીમકી સાથે જણાવેલ હતું કે જો અમારી મૂળભૂત સુવિધાઓ તા.05/09/2024 સુધી મુહયા કરવામાં નહીં આવે તો તા. 06/09/2024 ના શુક્રવાર રોજ ચૌદ ગામોમાં ચાલતું કોરીડોર હાઈવેનું કામ સહુ ખેડૂતો ભેગા થઈ અટકાવશે. તેવી ચેતવણી આપવામાં આપેલ હતી તેમાં છતાં કોઈ સુવિધા ઉપ્લબધ કરવામાં આવેલ નથી.

જેથી ગત રવિવારના રોજ વસ્તી ગામે થયેલ મિટિંગમાં ચર્ચા મુજબ 06/09/2024 શુક્રવાર ના રોજ સવારે. 8.00 ક્લાકે વસ્તી ગામે દાહોદ લીમડી હાઇવે પાસે કોરીડોર હાઇવે ઉપર દરેક ગામ ના સર્વે નંબર દીઠ ખાતા નંબર માં જેટલાં પણ નામો છે તે તમામ લોકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા અને નેશનલ કોરીડોરની ચાલતી કામગીરી અટકાવવામાં આવી હતી. તેમજ મૂળભૂત સુવિધાઓમા રોડ રસ્તા તુટી ગયેલ તે બનાવવા, નેશનલ કોરીડોરની ચાલતી કામગીરી થી ખેતરો બે ભાગમાં વહેંચાઈ ગયેલ છે. ત્યાં રસ્તાની સુવિધા નથી. ખેતરમાં પાણી આપવા માટે લાઇટ પાણી તેમજ કૂવાની સુવિધા ન હોવાથી ખેતીની પૂરતી સિંચાઈ થતી નથી. તેમજ કોરીડોરની ચાલતી કામગીરી થી ખેડૂતોના ખેતરોમા વરસાદી પાણી ભરાઈ જવાથી ખેતી નથી થતી તેવા આક્ષેપો કરી નેશનલ હાઈવે ઓથોરીટી હેઠળ ચાલતા કોરીડોરની કામગીરીને 14 ગામના ખેડૂતો દ્વારા ભેગા થઈ અટકાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પણ કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પૂરતો બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.