ગણપતિ આગમન તો જયદેવા ગ્રુપનું જ આગમન ટાણે શિવ શંકર તાંડવ સહિતની ઝાંખી એ અનેરૂં આકર્ષણ જમાવ્યું

  • હનુમાનજી સહિત વાનર સેનાને જોઈ ભક્તો ઝૂમી નાચી ઉઠયા.

ઝાલોદનું પ્રખ્યાત એવું ગણપતિ ગ્રૂપ એટલે જયદેવા…જયદેવા ગ્રૂપ દ્વારા દર વર્ષે ગણપતિ સ્થાપનાનુ આયોજન સુંદર કરવામાં આવે છે. દર વર્ષે કાંઈકને કાંઈક અલગ વિશેષતા માટે જયદેવા ગ્રુપ નગરમાં પ્રખ્યાત છે. તારીખ 01-09-2024 રવિવારના રોજ જયદેવા ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાનુ સુંદર આગમન કરવામાં આવ્યું હતું. આ આગમન ટાણે બાહુંબલી હનુમાન સાથે વાનર સેનાની ઝાંખી એ નગરમાં અનેરૂં આકર્ષણ ઉભુ કર્યું હતું. તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં ભવ્યાતિભવ્ય આતશબાજી સાથે ડીજે ના તાલે આગમન કરવામાં આવ્યું હતું પણ અચાનક ધોધમાર વરસાદ પડતાં આગમન બસ સ્ટેશન થી મોકૂફ રાખ્યું હતું. ત્યાર બાદ આજે ફરી 05-09-2024 ગુરૂવારે ભવ્યાતિભવ્ય આગમન કરવામાં આવ્યું હતું.

જયદેવા ગ્રૂપ દ્વારા વરસાદના વિધ્ન પછી ગણપતિ બપ્પા આવશે તો આન બાન શાન થી જ તેવું નક્કી કર્યું અને થયું પણ તેવું જ આ સમયે જયદેવા ગ્રુપ દ્વારા શંકર પાર્વતી સાથે તાંડવ નૃત્યનુ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જયદેવા ગ્રૂપના આગમનને જોવા આખું નગર ઉમટી પડયું હતું. આગમન ટાણે ગણપતિજી ના વધામણાં કરવાં આવેલ નગરજનો આવા સુંદર આયોજનને જોઈ ખૂબ ખુશ થઈ ગયા હતા. ડીજેના સથવારે ભક્તિમા લીન દરેક ભક્તો ભક્તિ ભાવ વાળા વાતાવરણમાં નાચી ઝૂમી ઉઠયા હતા. દરેક નગરજનોએ આ સુંદર આયોજનને આંખોમાં વસાવી લીધેલ હતું. વડબજાર વિસ્તારમાં દરેક નગરજનોએ ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નાદ થી ગજવી નાખ્યું હતું. તેમજ છેલ્લે ગણપતિ આગમન પૂરૂં થતાં નગરજનોના મુખે એક જ વાત સાંભળવા મળતી હતી કે ગણપતિ આગમન તો જયદેવા ગ્રૂપનુ જ…