ગોધરા નીટ પરીક્ષા ચોરી પ્રકરણમાં સીબીઆઈ ટીમ પુન: ગોધરા સર્કિટ હાઉસ ખાતે પહોંચી

  • નીટ પરીક્ષા કેસને લગતા વ્યકિતઓની પુછપરછ હાથ ધરી.

ગોધરા નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રના કિસ્સાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. સીબીઆઈ ટીમ દ્વારા નીટ પરીક્ષા ષડયંત્રમાં 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને આરોપીઓ અમદાવાદ સાબરમતી જેલમાં ખસેડવામાંં આવ્યા છે. ત્યારે નીટ પરીક્ષા કિસ્સામાંં વધુ તપાસ માટે આજ સીબીઆઈના 6 અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ ગોધરા સર્કિટ હાઉસ ખાતે પહોંચી છે.

ગોધરા જય જલારામ સ્કુલમાં નીટ પરીક્ષા દરમિયાન ચોરીના ષડયંત્રમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રની તપાસ રાજ્ય સરકાર દ્વારા સીબીઆઈને સોંંપવામાં આવી હતી. સીબીઆઈ ટીમ દ્વારા નીટ પરીક્ષા ચોરીના 6 આરોપીઓને અમદાવાદ સાબરમતી જેલમાં ખસેડવામાંં આવ્યા છે અને આરોપીઓની તપાસ સીબીઆઈ દ્વારા ત્યાંથી કરાઈ રહી છે. ત્યારે સીબીઆઈ ટીમના 6 અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ ફરીથી ગોધરા સર્કિટ હાઉસ ખાતે પહોંંચી હતી. સીબીઆઈ ટીમ દ્વારા નીટ પરીક્ષાના ષડયંત્ર કેસને લગતા વ્યકિતઓને ગોધરા સર્કિટ હાઉસ ખાતે બોલાવી પુછપરછ હાથ ધરી છે.