રાહુલ ગાંધી ગઈકાલે રાત્રે લંડન જવા રવાના થયા, યુએસએ પણ જશે

કોંગ્રેસ નેતા અને લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સવારે ૧.૫૦ કલાકે લંડન જવા રવાના થયા છે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધી મ્છ-૧૪૨ લાઈટથી લંડન જવા રવાના થઈ ગયા છે. લંડન બાદ રાહુલ ગાંધી ત્યાંથી અમેરિકા જશે. તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસ યુનિટ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ પણ એક વીડિયો જાહેર કરીને રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ અંગે માહિતી આપી હતી.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસની માહિતી પહેલાથી જ ઉપલબ્ધ હતી. એક મીડિયા એજન્સી અનુસાર, લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે જશે. અહીં તેઓ ભારતીય મૂળના લોકો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, થિંક ટેક્ધ અને સ્થાનિક નેતાઓ સાથે વાતચીત કરશે. કોંગ્રેસ યુનિટ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ શનિવારે એક વીડિયો જાહેર કર્યો અને રાહુલ ગાંધીના યુએસ પ્રવાસ વિશે માહિતી શેર કરી. પિત્રોડાએ જણાવ્યું કે રાહુલ ગાંધી ૮ સપ્ટેમ્બરે અમેરિકાના ડલ્લાસ શહેરમાં હશે અને ૯ અને ૧૦ સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં હશે.

વાસ્તવમાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ અમેરિકા મુલાકાત હશે. પિત્રોડાએ કહ્યું કે, જ્યારથી રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા છે, ત્યારથી મને ભારતીય મૂળના લોકો, રાજદ્વારીઓ, શિક્ષણવિદો, નેતાઓ, ઉદ્યોગપતિઓ, આંતરરાષ્ટ્રીય મીડિયા તરફથી મોટી સંખ્યામાં વિનંતીઓ મળી રહી છે કે તેઓ રાહુલ ગાંધી સાથે વાત કરવા માંગે છે. ટૂંકી મુલાકાતે અમેરિકા પહોંચું છું. તેમના જણાવ્યા અનુસાર ડલાસમાં રાહુલ ગાંધી યુનિવસટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથે વાતચીત કરશે. તેઓ સ્થાનિક ભારતીય સમુદાય અને કેટલાક ’ટેકનોક્રેટ્સ’ને પણ મળવાના છે. તે ડલાસ વિસ્તારના નેતાઓ સાથે ડિનર પણ લેશે. પિત્રોડાએ કહ્યું, બીજા દિવસે અમે વોશિંગ્ટન ડીસી પહોંચીશું જ્યાં અમે વિવિધ લોકો સાથે વાતચીત કરવાની યોજના બનાવીએ છીએ