મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આગામી બે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મહાવિકાસ અઘાડી જૂથ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી મહાવિકાસ આઘાડીના નેતાઓ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં સૌ પ્રથમ મુંબઈની બેઠકો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં દરેક પક્ષ તરફથી અલગ-અલગ દાવા કરવામાં આવ્યા હતા.
મુંબઈમાં કુલ ૩૬ વિધાનસભા બેઠકો છે. આ બેઠકોમાંથી શિવસેનાનું ઠાકરે જૂથ ૨૦થી ૨૨ બેઠકો પર ચૂંટણી લડવા ઇચ્છુક છે. ઠાકરે જૂથના સંભવિત ૨૨ ઉમેદવારોની યાદી બહાર આવી છે.
તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેના જૂથે વિધાનસભા ચૂંટણી દરમિયાન સીએમ ચહેરો જાહેર કરવાની માંગ કરી હતી, પરંતુ મહાવિકાસ અઘાડીના અન્ય ઘટક પક્ષો કોંગ્રેસ અને એનસીપી શરદ પવારે ઉદ્ધવ ઠાકરેની માંગને ફગાવી દીધી છે. આ નેતાઓનું કહેવું છે કે સીએમ પદ માટે ચહેરા વગર ચૂંટણી લડવી જોઈએ.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મુંબઈમાં ઠાકરે ગ્રુપ ૨૨ નામો પર પ્રાથમિક ચર્ચા કરી રહ્યું છે. ઠાકરે જૂથના નેતા કિશોરી પેડનેકરે કહ્યું કે વર્તમાન ધારાસભ્યોની સાથે નવા યુવાનોને પણ વિધાનસભા ચૂંટણીમાં તક આપવામાં આવી રહી છે. કિશોરી પેડનેકરે કહ્યું કે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે જે નિર્ણય લેશે તે અમને બધાને સ્વીકાર્ય હશે.તે જ સમયે, છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ૧૪ બેઠકો જીતી હતી. મુંબઈને ઠાકરેનો ગઢ માનવામાં આવે છે. લોક્સભા ચૂંટણીમાં ઠાકરે જૂથે ત્રણ બેઠકો જીતી હતી. ખૂબ જ સાંકડા માજનથી ચોથું સ્થાન ગુમાવ્યું. તેથી ઠાકરે જૂથ માટે ઠાકરેની શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે આગામી વિધાનસભાની ચૂંટણી વધુ મહત્વની છે.
સંભવિત ઉમેદવારોની યાદી ૧.વર્લી મતવિસ્તાર-આદિત્ય ઠાકરે,૨.દહિસર તેજસ્વિની ઘોષાલકર,૩. બાંદ્રા પૂર્વ વરુણ સરદેસાઈ,૪. દિંડોશી-સુનીલ પ્રભુ,૫.વિક્રોલી-સુનીલ રાઉત,૬.અંધેરી પૂર્વ રૂતુજા લટકે,૭.કાલીના સંજય પોટનીસ,૮. કુર્લા પ્રવીણા મોરજકર,૯. વડાલા શ્રદ્ધા જાધવ,૧૦.જોગેશ્ર્વરી- અમોલ કીતકર, ૧૧.ચારકોપ નીરવ બારોટ,૧૨.ગોરેગાંવ-સમીર દેસાઈ,૧૩.ભાંડુપ રમેશ કોરગાંવકર,૧૪.ચંદીવલી ઈશ્ર્વર તાયડે,૧૫.દાદર-માહિમ સચિન આહીર, વિશાખા રાઉત,૧૬.વર્સોવા-રાજુ પેડનેકર/રાજુલ પટેલ,,૧૭.શિવડી-અજય ચૌધરી/સુધીર સાલ્વી,૧૮. ભાયખલા- કિશોરી પેડનેકર/ જામસુતકર/ રહતે,૧૯. ચેમ્બુર અનિલ પાટણકર/ પ્રકાશ ફરતેપેકર,૨૦.અનુશક્તિનગર વિઠ્ઠલ લોકરે/પ્રમોદ શિંદે,૨૧.ઘાટકોપર-સુરેશ પાટીલ,૨૨.માગાથેન વિલાસ પોટનિસ / સુદેશ પાટેકર / સંજના ઘાડી