કેન્દ્રીય સતર્કતા આયોગ (સીવીસી)નો તાજો રિપોર્ટ એ અર્થમાં બેહદ મહત્ત્વપૂર્ણ છે કે તે દેશના જાહેર ઉપક્રમો અને સંસ્થાઓમાં ભ્રષ્ટાચારના બેહદ ગંભીર મુદ્દા તરફ ઇશારો કરે છે. રિપોર્ટનો આ ખુલાસો ઘણો ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વિભિન્ન વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ઘ ભ્રષ્ટાચારની જે કુલ ફરિયાદો મળી, તેમાં સૌથી વધુ ૧૪ ટકા રેલવે કર્મચારીઓ વિરુદ્ઘ હતી, ત્યારબાદ દિલ્હીના સ્થાનિક નિગમો અને જાહેર ક્ષેત્રની બેંકોમાં ભ્રષ્ટાચારની ફરિયાદોનાં મૂળ ટેન્ડર, કોન્ટ્રાક્ટ અને લોનોમાં જોઈ શકાય છે.
જોકે રેલવેનો પોતાનો સતર્કતા વિભાગ હોય છે, પરંતુ હાલમાં તેણે ભ્રષ્ટાચાર વિરુદ્ઘ કોઈ મોટું પગલું ઉઠાવ્યું હોય, એવું નથી દેખાતું. ગયા વર્ષની વાત છે, જ્યારે સીબીઆઇએ રેલવેમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના તંત્રનો પર્દાફાશ કર્યો હતો, જેનાથી સ્ટેપલરની પિનથી માંડીને રેલવેની ચાદર સુધી દરેક વસ્તુ પર કમિશનખોરીનો ખુલાસો થયો. હાલમાં જ રેલવે ટેન્ડરમાં ભ્રષ્ટાચાર મામલે દક્ષિણ-મય રેલવે ઝોનના કેટલાય અધિકારી સીબીઆઇના નિશાના પર રહ્યા.
ભારતીય રેલવેને લઈને, જેને દેશની જીવનરેખા માનવામાં આવે છે અને જે રોજ લાખો યાત્રીઓને સેવાઓ આપે છે, સાથે જ દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ પણ છે, તેના ભ્રષ્ટાચારની ફરિયાદો સમગ્ર તંત્રને કમજોર કરે છે, તેથી આ મામલો વધુ ગંભીર થતો જાય છે. દિલ્હીના સ્થાનિક નિગમોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઓછી ચિંતાજનક નથી. ગત દિવસોમાં દિલ્હીમાં જળ સંકટના સંદર્ભમાં હજારો કરોડના નુક્સાનમાં ચાલી રહેલા દિલ્હી જળ બોર્ડ પર ભ્રષ્ટાચારના કેટલાય આરોપ લાગ્યા હતા. રાજધાનીમાં પ્રશાસનિક સેવાઓની દેખરેખ અને શહેરના બુનિયાદી માળખાની જવાબદારી આ નિગમો પર છે.
એવામાં અહીં ભ્રષ્ટાચારનું વધવું ન માત્ર દિલ્હીવાસીઓના જીવન પર અસર કરે છે, બલ્કે આ સ્થાનિક પ્રશાસનની કાર્યક્ષમતા પર પણ સવાલ ઊભા કરે છે. બીજી તરફ, પાછલા દસ વર્ષોમાં બેંકિંગ ક્ષેત્રમાં ફેલાયેલ ગરબડોને દૂર કરવા માટે ઉઠાવવામાં આવેલ પગલાંથી કેટલીય બેંકો ન માત્ર નુક્સાનમાંથી બહાર આવી છે, બલ્કે કૌભાંડો પર પણ નિયંત્રણ મેળવી શકાયું છે. તેમ છતાં, જે રીતે ડિજિટલ બેંકિંગમાં છેતરપિંડી વધી છે, સરકારી બેંકો સાથે જોડાયેલી ફરિયાદોમાં ેક મોટો હિસ્સો એની સાથે જ જોડાયેલો હોય તો આશ્ર્ચર્ય નહીં, રાહતની વાત છે કે સીવીસીના રિપોર્ટમાં જે ફરિયાદોનો ઉલ્લેખ છે, તેમાંથી મોટાભાગનીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં, દેશમાં સમયે સમયે સામે આવતા ભ્રષ્ટાચારના કિસ્સા સીવીસીના રિપોર્ટમાં નોંધાયેલ ફરિયાદોને પૂરી ગંભીરતાથી લેવાની જરૂરિયાતને જ રેખાંક્તિ કરે છે.