
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 54 કિલોમીટરનો મેરેથોન રોડ શો ચાંદખેડા ખાતે પૂર્ણ થયો છે. સાંજે 5.15 વાગ્યે નરોડા ગામથી શરૂ થયેલો આ મેગા રોડ શો રાતે 9 વાગ્યે ચાંદખેડા ચાર રસ્તા ખાતે પૂર્ણ થયો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 13 વિધાનસભા અને ગાંધીનગરની એક વિધાનસભા મળી કુલ 14 વિધાનસભામાં ફરી પૂર્ણ થયો છે. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. મેગા રોડ શોમાં 3.45 કલાક સુધી વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
એલિઝ બ્રિજ પાસે ભાજપના ઉમેદવાર અમિત શાહ સહિત જનતાએ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનનો કાફલો શ્યામલ બ્રિજ પર પહોંચ્યો હતો. નરેન્દ્ર મોદીનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. શિવરંજની બ્રિજની નીચે જ્યારે મોદી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો મોદીની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી હતી અને મોદીની ગાડીની આગળ આવી પહોંચ્યા હતા. એસપીડીની ટીમ દ્વારા લોકોને ગાડીથી દૂર ખસેડવા પડ્યા હતા. અંધજન મંડળ પહોંચ્યો હતો. ત્યાંથી પીએમનો કાફલો આગળ વધી હેલમેટ સર્કલ પહોંચ્યો હતો. જ્યાંથી આગળ વધતા 132 ફૂટ રોડ પર એઇસી ચાર રસ્તા કાફલો પહોંચ્યો હતો. એઇસી ચાર રસ્તા થઈ પલ્લવ ચાર રસ્તાથી ઘાટલોડિયા પ્રભાતચોક મોદીનો કાફલો પહોંચ્યો હતો.
નરેન્દ્ર મોદીના રોડ શોએ સાબરમતી નદી ક્રોસ કરી પશ્ચિમ વિસ્તારમાં પ્રવેશ કર્યો છે. ત્યારે ભુલાભાઈ ચાર રસ્તા થઈને પીએમનો કાફલો આંબેડકર બ્રિજથી ચંદ્રનગર પહોંચ્યા હતા. ત્યાંથી આગળ વધતા રોડ શોમાં એટલી ભીડ ઉમટી હતી કે, લોકો મોદીને જોવા માટે રોડ પર આવી ગયા હતા. લોકોનો જનસેલાબ ઉમટી પડ્યો હતો. લોકો મોદીની ગાડીની આગળ આવી ગયા હતા. એસપીજીને લોકોને દૂર કરવાની ફરજ પડી હતી. મોદીએ પણ લોકોને રસ્તો આપવા વિનંતી કરી હતી.


