ભારતે માલદીવને કરોડોની આથક મદદ કરી, માલદીવના વિદેશમંત્રીએ હિન્દીમાં આભાર વ્યક્ત કર્યો

નવીદિલ્હી,

માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે ભારતને થેક્ધસ કહેતો એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં મંત્રીએ હિન્દી ભાષામાં ભારત-માલદીવ દેશના સંબંધોની વાત કરી છે. તેમણે હિન્દી ભાષામાં કહ્યું, “આપણા બંને દેશોની મિત્રતા ગાઢ છે, આ મિત્રતા ઇતિહાસમાં યાદગાર બની ગઇ છે !” તેઓ માલદીવને ૮૧૬ કરોડ રૂપિયાની સહાય આપવા બદલ ઇન્ડિયાનો આભાર વ્યક્ત કરે છે.

આ મામલે વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે ટ્વીટ કર્યું છે. આ ટ્વિટ થકી તેમણે જણાવ્યું છેકે “૧૦૦ મિલિયન યુએસ ડોલરની સમયસર સહાય માટે ભારતનો આભાર.જે આપણા સંબંધોની તાકાત છે. જે બંને દેશોના વિકાસ અને સહકારને મજબૂત બનાવે છે.” તેમણે માલદીવમાં આયોજિત સમારોહની એક તસવીર પણ શેર કરી છે. જેમાં ભારતના હાઈ કમિશનર અબ્દુલ્લા શાહિદને ચેક આપતા દેખાય છે. તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકર વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.

માલદીવના મંત્રીએ ભારત- માલદીવ વચ્ચેના સંબંધોની પ્રશંસા કરતો એક વીડિયો પણ શેર કર્યો છે. તેમણે હિન્દીમાં કહ્યું, “અમારી મિત્રતા સારી છે, તેથી આ મિત્રતા દરેકને તે ગમે છે. મિત્રતા સમયની સાથે આગળ જતા મજબૂત બને છે, અને, આવી મિત્રતા ઇતિહાસ બની જાય છે” માલેમાં વિદેશ મંત્રાલયમાં એક સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં માલદીવ દેશના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ અને નાણા મંત્રી ઈબ્રાહિમ અમીર પણ હાજર હતા.

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટ કર્યું. જેમાં તેમણે કહ્યું કે “અમારી ભાગીદારી, એકબીજાના હિતોની સાચી ચિંતા પર આધારિત છે, દરેક સમયે અને ખાસ કરીને જરૂરિયાતના સમયે કામ કરે છે.”

માલદીવમાં, વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યું, “માલદીવને સહાય પૂરી પાડવામાં ભારત એક અધિકૃત દેશ છે. વિદેશ મંત્રી શાહિદે આ મદદ માટે ભારતનો આભાર માન્યો હતો. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ગયા મહિને માલેની મુલાકાત લીધી હતી. જ્યાં માલદીવના સંરક્ષણ પ્રધાન મારિયા દીદી વચ્ચે સંરક્ષણ સહયોગ પર ચર્ચા કરી હતી.

Don`t copy text!