દે.બારીઆના ઝાબીયા ગામે ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર

દે.બારીઆ તાલુકાના ડુખળી ગામનો દિનેશ બળવંત પટેલ(ઉ.વ.18)તેના કુટુંબી કાકાનુ ધર નજીક હોય સુવા માટે જતો રહેતો હતો અને આ દિનેશ બીજા દિવસ સુધી ધરે પરત નહિ આવતા તેના મોટાભાઈએ તપાસ કરી હતી. પણ કયાંય દિનેશનો પત્તો લાગ્યો ન હતો. બે દિવસ વિતી ગયા હોય મોબાઈલ ફોન ચાલુ હોય તેમાં રીંગ વાગતી હોય પરંતુ ફોન કોઈ ઉપાડતુ ન હોય અને વાતો વાતથી જાણવા મળેલ કે દિનેશ જે મોટરસાયકલ લઈને ફરતો હતો તે ઝાબીયા ગામે ખેતર નજીક પડેલી હોવાની વાત મળતા ગામના આગેવાનો સાથે ઝાબીયા ગામે જતાં ત્યાં મોટરસાયકલ મળી હતીે. જેથી દે.બારીઆ પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઝાબીયા ગામે જઈ મોડીરાત સુધી ખેતરોમાં તપાસ કરતા દિનેશની લાશ મળી આવી હતી. આ બનાવ અંગે નરેશ બળવંત પટેલે દે.બારીઆ પોલીસ મથકે કાયદેસરની જાણવા જોગ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.