ગોધરા ઈદગાહ મહોલ્લા નદીની ધસમાં જુગાર રમતા બે જુગારીયાઓને પોલીસે ઝડપ્યા

ગોધરા શહેર ઈદગાહ મહોલ્લા મેશરી નદીના ધસમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી બે ઈસમોને 2,130/-રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર ઈદગાહ મહોલ્લા મેશરી નદીના ધસમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ઈબ્રાહિમ સિદ્દીક ટપલા, ઈરફાન સુલેમાન બદામને ઝડપી અંગઝડતી અને દાવ ઉપર મુકેલ રોકડા રૂ.2,130/-સાથે ઝડપી પાડ્યા હતા. આ બાબતે બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.